Western Times News

Gujarati News

જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસે સાત લોકોની કાર્યકારી પ્રમુખ તરીકે પસંદગી

અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પોતાના પ્રભારીઓની યાદી બહાર પાડવામાં આવી હતી. હાર્દિક પટેલનાં ગયા બાદ સુષુપ્તાવસ્થામાં આવી ચુકેલી કોંગ્રેસ દ્વારા આખરે ફરી એકવાર ફરી એક્શન મોડમાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. જાે કે તેમાં કુલ ૭ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યકારી પ્રમુખ તરીકે કુલ ૭ લોકોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં લલિત કગથરા, અમરીશ ડેર, રૂત્વીજ મકવાણા, જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, કાદીર પિરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેસ થાય છે. આ પ્રમુખોની પસંદગીમાં પણ કોંગ્રેસ દ્વારા જાતીય સમીકરણ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.Congress elects seven people, including Jignesh Mewani, as acting president

લલિત કગથરા કડવા પાટીદાર, જિગ્નેશ મેવાણી દલિત નેતા, રૂત્વીજ મકવાણા કોળી પટેલ, અમરીશ ડેર આહીર સમાજ, હિંમત સિંહ ગુર્જર અને પરપ્રાંતિય,કાદીર પીરજાદા લઘુમતી સમુદાય અને ઇન્દ્રવિજય સિંહ દ્વારા ક્ષત્રીય સમાજને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાે કે તેમાં સૌથી આશ્ચર્યજનક નામ જીગ્નેશ મેવાણીનું હતું. જીગ્નેશ મેવાણી અપક્ષ નેતા છે. કોંગ્રેસ દ્વારા તેને બાહ્ય ટેકો આપવામાં આવતો રહે છે પરંતુ તે કોંગ્રેસનાં સભ્ય નથી. તેવામાં કાર્યકારી પ્રમુખ જેવા મહત્વનાં પદ પર એક અપક્ષના નેતાની વરણી કરવામાં આવે તે ન માત્ર આશ્ચર્યજનક પરંતુ કોંગ્રેસની અસમર્થતા અને સમર્થ નેતાઓની ખોટ દર્શાવે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.