કોંગ્રેસ સરકાર ઋણ લઈને સોનિયા ગાંધીને આપે છેઃ કંગના રનૌત
નવી દિલ્હી, બોલીવુડ અભિનેત્રીમાં રાજકારણમાં પ્રવેશેલા સાંસદ કંગના રનૌત વિવાદિત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હિમાચલપ્રદેશના એક ગામમાં ભાજપના સદસ્યતા અભિયાનને શરુ કર્યા પછી લોકોને સંબોધિત કરતી વખતે ભાજપના સાંસદ કંગન રનૌતે આક્ષેપ મુક્યો છે કે હિમાચલપ્રદેશની સરકાર ઋણ લઈને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને આપે છે, જેના કારણે રાજ્યની તિજોરી ખોખલી થઈ ગઈ છે.
તેમના નિવેદનથી ફરી વિવાદ સર્જાયો છે. કંગના રનૌત આટલું કહીને અટકી નહીં, પરંતુ વધુ આક્ષેપ મુકીને એમ પણ કહ્યું કે, સૌ કોઈ જાણે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં લીન છે અને કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોએ પોત-પોતાના રાજયોને ખોખલા કરી દીધા છે.
કંગના રનૌતે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, પાર્ટી ચૂંટણી પર આટલો ખર્ચો કેવી રીતે કરે છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પર હુમલો કરીને કંગના રનૌતે કહ્યું કે, એ ઋણ લે છે અને સોનિયા ગાંધીને આપે છે, જેનાથી રાજ્ય ખોખલું થઈ ગયું છે. આફતો અને કોંગ્રેસ સરકારે રાજ્યના પાછળ ધકેલી દીધું છે અને હું લોકોને વર્તમાન સરકારને ઉખેડી ફેંકવા અપીલ કરું છું.
કંગનાએ આરોપ લગાવ્યો કે, જો તમે રિલીફ ફંડમાં પૈસા આપો છો, તો એ સીએમ રાહત ફંડમાં જવા જોઈએ, પરંતુ સૌ કોઈ જાણે છે કે એ સોનિયા રાહત ફંડમાં જાય છે.SS1MS