BJPના 18 ધારાસભ્યોને કર્ણાટક વિધાનસભામાંથી સસ્પેન્ડ કેમ કરાયા?

BJPના ૧. ડોડ્ડનગૌડા એચ. પાટિલ (વિપક્ષના મુખ્ય સચેતક), ૨. ડૉ. અશ્વથ નારાયણ સી.એન., ૩. એસ.આર. વિશ્વનાથ, ૪. બી.એ. બસવરાજ, ૫. એમ.આર. પાટિલ, ૬. ચન્નબસપ્પા (ચન્ની), ૭. બી. સુરેશ ગૌડા, ૮. ઉમનાથ એ. કોટ્યાન, ૯. શરણુ સલાગર, ૧૦. ડૉ. શૈલેન્દ્ર બેલદલે, ૧૧. સી.કે. રામમૂર્તિ, ૧૨. યશપાલ એ. સુવર્ણા, ૧૩. બી.પી. હરીશ, ૧૪. ડૉ. ભારત શેટ્ટી વાઈ., ૧૫. મુનીરથ્નાસ, ૧૬. બસવરાજ મટ્ટીમૂડ ૧૭. ધીરજ મુનિરાજુ, ૧૮. ડૉ. ચંદ્રુ લામાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મુસ્લિમોને ૪ ટકા અનામત આપતા કર્ણાટક વિધાનસભામાં હોબાળો-હોબાળાના કારણે ભાજપના ૧૮ ધારાસભ્યો સસ્પેન્ડ
(એજન્સી)બેંગલુરુ, કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ૪ ટકા અનામત આપતા ભારે હોબાળો થયો છે. આજે કર્ણાટક વિધાનસભામાંથી જે તસવીરો સામે આવી રહી છે, તે ચોંકાવનારી છે. હકીકતમાં જોઈએ તો, ભાજપ આ કોટાનો વિરોધ કરી રહ્યું હતું. તેને લઈને ભાજપના ધારાસભ્યોને માર્શલ ઉઠાવી ઉઠાવીને બહાર લઈ જતાં જોવા મળ્યા હતા.
કર્ણાટક વિધાનસભામાં ભાજપના ઘોર વિરોધ વચ્ચે મુસ્લિમો માટે સરકારી કોન્ટ્રાક્ટમાં ૪ ટકા અનામતનું બિલ પાસ થયું. તેની સાથે જ સદન અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થઈ ગયું. કર્ણાટક વિધાનસભામાં હોબાળાના કારણે ૧૮ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ સભ્યો પર સ્પીકરના આદેશોની અવગણના, અનુશાસનહીનતા અને અસ્માનજનક આચરણ કરવાનો આરોપ લગાવ્યો છે.
૧. ડોડ્ડનગૌડા એચ. પાટિલ (વિપક્ષના મુખ્ય સચેતક), ૨. ડૉ. અશ્વથ નારાયણ સી.એન., ૩. એસ.આર. વિશ્વનાથ, ૪. બી.એ. બસવરાજ, ૫. એમ.આર. પાટિલ, ૬. ચન્નબસપ્પા (ચન્ની), ૭. બી. સુરેશ ગૌડા, ૮. ઉમનાથ એ. કોટ્યાન, ૯. શરણુ સલાગર, ૧૦. ડૉ. શૈલેન્દ્ર બેલદલે, ૧૧. સી.કે. રામમૂર્તિ, ૧૨. યશપાલ એ. સુવર્ણા, ૧૩. બી.પી. હરીશ, ૧૪. ડૉ. ભારત શેટ્ટી વાઈ., ૧૫. મુનીરથ્નાસ, ૧૬. બસવરાજ મટ્ટીમૂડ ૧૭. ધીરજ મુનિરાજુ, ૧૮. ડૉ. ચંદ્રુ લામાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિધાનસભા હોલ, લોબી અને ગેલેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ. કોઈપણ સ્થાયી સમિતિની બેઠકમાં ભાગ લેવા પર પ્રતિબંધ. વિધાનસભા એજન્ડામાં તેમના નામે કોઈ વિષય સૂચિબદ્ધ નહીં થાય. તેમના દ્વારા જારી કરાયેલા કોઈપણ નિર્દેશને માન્યતા નહીં મળે. સસ્પેન્શનની અવધિ દરમિયાન સમિતિના ચૂંટણીમાં મતદાનનો અધિકાર નહીં હોય. આ અવધિ દરમિયાન દૈનિક ભથ્થા મળતા નહીં .
A BJP delegation led by State President @BYVijayendra and Leader of Opposition @RAshokaBJP went to the Governor’s office and submitted a petition, demanding the repeal of the Congress government’s unconstitutional bill providing 4% reservation for Muslims in government contracts. MLAs from the BJP and JDS parties were present on this occasion.