માર્ચ-૧૯૬૬માં કોંગ્રેસે મિઝોરમમાં નિસહાય નાગરિકો પર વાયુસેના દ્વારા હુમલો કરાવ્યો હતો: મોદી
અમારા માટે નોર્થ ઈસ્ટ જિગરનો ટુકડો છે, નોર્થ ઈસ્ટ, મણિપુરની વર્તમાન સ્થિતિનું કારણ કોંગ્રેસ છે: વડાપ્રધાન
આ વિપક્ષોનું ‘INDIA’ નહીં પણ ઘમંડિયા ગઠબંધન: સરકાર સામેની અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્તનો ધ્વનિમતથી અસ્વિકાર
દેશને વિશ્વાસ છે કે ૨૦૨૮માં જ્યારે તમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશો ત્યારે આ દેશ પ્રથમ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હશે.
નવી દિલ્હી, મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ આજે જવાબ રજૂ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટિ કરી હતી. પીએમ મોદી આજે કોંગ્રેસના નેતા અધીર રંજનના ભાષણ દરમિયાન લોકસભામાં હતા.
વડાપ્રધાન મોદીના સંબોધન બાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું. અવિશ્વાસની દરખાસ્ત ધ્વનિ મતથી અસ્વિકાર કરાયો.
તેમણે કહ્યું કે, હું એક વાત મુદ્દે વિપક્ષના નેતાઓના વખાણ કરવા માંગું છું. આમ તો તેઓ ગૃહના નેતાને નેતા માનતા નથી પરંતુ હું તેમની એક વાતના વખાણ જરૂરથી કરીશ. ગૃહના નેતા હોવાને કારણે મેં તેમને એક કામ આપ્યું હતું.
મેં કહ્યું હતું કે, ૨૦૨૩માં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવો, તેઓ લઈને આવ્યા, તેમણે મારી વાત માની, પરંતુ મને દુઃખ એ વાતનું છે કે, તેમને પાંચ વર્ષ મળ્યા. થોડી તૈયારીઓ કરતા. તેઓ મુદ્દાઓ શોધી શક્યા નથી. તેમણે દેશને નિરાશ કર્યા છે. ૨૦૨૮માં ફરી પ્રયાસ કરજાે. જ્યારે ૨૦૨૮માં પ્રસ્તાવ લઈને આવો તો તૈયારી કરીને આવજાે. આવી ઘસાયેલી વાતો લઈને ન આવતા. દેશને લાગવું જાેઈએ કે, તમે વિપક્ષ માટે યોગ્ય છો. તમે તે યોગ્યતા પણ ખોઈ દીધી.
વિપક્ષી પક્ષોએ કહ્યું હતું કે, મોદી નોર્થ ઈસ્ટને દેશનો ભાગ માનતા જ નથી. આનો જવાબ આપતા મોદીએ ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો.
મોદીએ કહ્યું કે, પાંચમી માર્ચ-૧૯૬૬માં કોંગ્રેસે મિઝોરમમાં નિસહાય નાગરિકો પર વાયુસેના દ્વારા હુમલો કરાવ્યો હતો. શું મિઝોરમના લોકો ભારતના નાગરીક ન હતા. Congress Govt Carried Out Air Strike In Mizoram, PM Modi Says In LS. What Happened In 1966? કોંગ્રેસે નિર્દોષ લોકો પર હુમલો કરાવ્યો હતો. આજે પણ મિઝોરમના લોકો પાંચમી માર્ચે શોક મનાવે છે. આ સત્યને કોંગ્રેસે છુપાવ્યું. તે વખતે ઈન્દિરા ગાંધી વડાંપ્રધાન હતા. આ હુમલો બધાને યાદ છે, પરંતુ આવા હુમલો અગાઉથી જ શરૂ થઈ ગયા હતા.
બીજી ઘટના ૧૯૬૨ની છે. તે ભયાનક પ્રસારણ યાદ છે.ચીન દેશ પર હુમલો કરી રહ્યું હતું. લોકોને મદદની આશા હતી. આ વિકટ પરિસ્થિતિમાં પંડિત નેહરુએ કહ્યું હતું કે, માય હાર્ટ ગોસ આઉટ ટૂ ધ પિપલ ઓફ આસામ. નેહરુએ ત્યાંના લોકોને તેમના નસીબ પર છોડી દીધા હતા.
મોદીએ વધુમાં કહ્યું કે, જે લોકો પોતાને લોહિયાના વારસદાર કહી રહ્યા છે. લોહિયાએ નેહરુ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, નેહરુ જાણીજાેઈને નોર્થ ઈસ્ટનો વિકાસ કરી રહ્યા નથી. તે જગ્યાને તમામ બાબતે વિકાસથી વંચિત રખાયો છે.
મોદીએ કહ્યું કે, જ્યાં એક-બે લોકસભા બેઠકો હતી ત્યાં કોંગ્રેસનું ધ્યાન રહ્યું નથી. જાેકે અમારા માટે નોર્થ ઈસ્ટ જિગરનો ટુકડો છે. મોદીએ કહ્યું કે, નોર્થ ઈસ્ટ, મણિપુરની વર્તમાન સ્થિતિનું કારણ કોંગ્રેસ છે.
વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી નેતાઓએ વોકઆઉટ કર્યું. તેમનું કહેવું હતું કે, મોદી મણિપુર પર કશું જ બોલી રહ્યા નથી. ત્યારબાદ મોદીએ કહ્યું કે, જે લોકોને લોકતંત્ર પર વિશ્વાસ હોતો નથી તે લોકો સંભળાવવા તૈયાર હોય છે, પરંતુ સાંભળવા પર તૈયાર હોતા નથી. તેઓ ખોટું ફેલાવીને ભાગી જાય છે.
ત્યારબાદ મોદીએ મણિપુર પર વાત કરી. તેમણે કહ્યું કે, જાે ગૃહમંત્રીની ચર્ચા પર વિપક્ષે સહમતિ દર્શાવી હોત તો લાંબી ચર્ચા કરી શકાત.
વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ પર તમામ વિષયો પર બોલ્યા. અમારું પણ કર્તવ્ય થાય છે કે, દેશના વિશ્વાસને પ્રગટ કરીએ અને તમામ બાબતો વિશે જણાવીએ. જાે માત્ર મણિપુર પર ચર્ચા કરવાની વાત હતી, તો ગૃહમંત્રીએ પત્ર લખીને કહ્યું હતું. પરંતુ વિપક્ષનો ઈરાદો ચર્ચા કરવાનો નહોતો. તેમના પેટમાં દુઃખાવો હતો અને ફોડી રહ્યા હતા માથું.
મોદીએ વધુમાં કહ્યું કે, ગૃહમંત્રીએ મણિપુરની સ્થિતિ અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું, પરંતુ વિપક્ષને રાજકારણ સિવાય બીજું કશું કરવું ન હતું. મણિપુરમાં એક કોર્ટનો ચુકાદો આવ્યો. તેના પક્ષ-વિપક્ષમાં પરિસ્થિતિ બની અને ત્યારબાદ હિંસા શરૂ થઈ ગઈ.
ઘણા લોકોએ પોતાનાઓને ખોટા, મહિલાઓ સાથે ગુનાઓ થયા કેન્દ્ર અને રાજ્ય સરકાર દોષિતોને સજા અપાવવા માટે કામ કરી રહી છે. દેશ વિશ્વાસ રાખે મણિપુરમાં શાંતિનો સૂરજ જરૂરથી ઉગશે હું મણિપુરના લોકોને પણ કહેવા માંગુ છું કે, દેશ તમારી સાથે છે અમે તમારી સાથે છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું વિપક્ષની સાથે મારી સહાનુભૂતિ વ્યક્ત કરવા માંગુ છું. કારણ કે થોડા દિવસે પહેલા જ બેંગલુરુમાં યુપીએના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક તરફ તમે અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા, બીજી તરફ ખુશી મનાવી રહ્યા હતા અને કંઈ બાબતની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.
ખંડેર પર નવું પ્લાસ્ટર લગાવવાની. હું વિપક્ષને કહેવા માંગુ છું કે, તમે તે લોકોને અનુસરી રહ્યા છો, જે ઘણી પેઢીઓ બાદ પણ લાલ મરચા અને લીલા મરચામાં તફાવત શોધી શક્યા નથી.
વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે, આ ઈન્ડિયા નહીં પણ ઘમંડિયા ગઠબંધન છે, જ્યાં તમામ લોકો વરરાજા બનવા માંગે છે. તમામ લોકો પીએમ બનવા માંગે છે.
આ દરમિયાન મોદીએ કહ્યું કે, હું વિપક્ષના સાથીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તમે બેંગલુરુમાં લગભગ બે દાયકા જૂના યુપીએના અંતિમ સંસ્કાર કર્યા છે. પરંતુ સાથે સાથે ઉજવણી પણ કરી રહ્યા હતા. ખંડેર પર નવું પ્લાસ્ટર લગાવ્યું હતું. દાયકાઓ જૂના ખટારા વાહનને ઇલેક્ટ્રિક વાહન તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસની સમસ્યા એવી છે કે, પોતાને જીવિત રાખવા માટે તેણે એનડીએનો સહારો લેવો પડ્યો. પરંતુ આદત મુજબ, ઘમંડનો, તેને છોડતો નથી, તેના એનડીએ સાથે બે ઉમેર્યા. પ્રથમ ૨૬ પક્ષોનું ગઠબંધન, બીજાે એક પરિવારનું ઘમંડ છે. પોતાને બચાવવા માટે ભારતના પણ ટુકડા કરી નાખ્યા
(આઈ.એન.ડી.આઈ.એ. INDIA) પીએમ મોદીએ કહ્યું કે, આ પદ અત્યંત મહેનત અને સખત મહેનતથી પ્રાપ્ત થયું છે. અમે આ રીતે આગળ વધતા રહીશું અને પરિણામ એ આવશે કે ભારત ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે. હું દેશનો વિશ્વાસ શબ્દોમાં પણ વ્યક્ત કરવા માંગુ છું અને દેશને વિશ્વાસ છે કે ૨૦૨૮માં જ્યારે તમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશો ત્યારે આ દેશ પ્રથમ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હશે. આ દેશની આસ્થા છે.