કાૅંગ્રેસને સરદાર સાહેબ અને દેશની એકતા સામે પણ વાંધોઃ મોદી
વડાપ્રધાને બનાસકાંઠા, પાટણ અને આણંદમાં જાહેરસભાને સંબોધી
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ૮૯ બેઠકો પર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. રાજ્કીય પક્ષોની નજર હવે ૫મી ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાન પર છે.
કર્ણાવતી મહાનગર ખાતે માન.પ્રધાનમંત્રીએ વિધાનસભા ચૂંટણીની છેલ્લી જાહેરસભાને સંબોધિત કરી. ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે જીતી રહી છે એ વિશ્વાસ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીશ્રીએ આગામી 5 તારીખે વધુમાં વધુ મતદાન કરવા જનતાને આહ્વાન કર્યું.
બીજા તબક્કાની ૯૩ બેઠક પર શનિવારે સાંજે ૫ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. તે પહેલા શુક્રવારે પીએમ મોદી સહિતના નેતાઓ પ્રચંડ પ્રચારમાં લાગ્યા છે. વડાપ્રધાને બનાસકાંઠા, પાટણ અને આણંદમાં ત્રીજી જાહેરસભાને સંબોધી હતી. સોજિત્રામાં વડાપ્રધાને સરદાર પટેલ અને ખંભાતમાં અવારનવાર થતા હુલ્લડોને લઈ કાૅંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, કાૅંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો અને દેશની એકતા સામે પણ વાંધો હતો. કારણ કે, એનું આખું રાજકારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું અને સરદાર સાહેબનું એક કરોનું હતું, તો મેળ જ ન પડે ને. કાૅંગ્રેસના નેતાઓ તમારે ત્યાં વોટ માગવા આવે તો તેને સવાલ પૂછજાે કે,સરદાર વલ્લભભાઈ પટેલ કાૅંગ્રેસમાં હતા?,
સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું હતું?, સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટું સ્મારક બન્યું છે ત્યાં તમે ક્યારેય જઈ આવ્યા? વડાપ્રધાને કહ્યું, આ મોદીએ સરદાર સાહેબનું પૂતળું બનાવ્યું એટલે સરદાર સાહેબ સામે પણ તમને આભડછેટ.
આણંદના સોજિત્રામાં વડાપ્રધાને કહ્યું હતું કે, કાૅંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં એક જાતને બીજી જાત જાેડે, શહેરને ગામડા સાથે, ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે લડાવ્યા અને ભાગલા પાડ્યા. એના કારણે આપણું ગુજરાત કમજાેર થતું ગયું. વિકાસની બધી બાબતમાં આપણે પાછળ પડી ગયા અને એનો લાભ એવા એવા લોકોએ લીધો કે છાશવારે હુલ્લડો થતા હતા, કફર્યૂ રોજની વાત હતી.
ખંભાતમાં અવારનવાર મુસીબત આવતી હતી.લોકોને સવાલ કર્યો છે આણંદ અને પેટલાદ બચતું હતું?. કારણ કે એકતા વેરવિખેર કરી નાખી હતી. પણ ૨૫ વર્ષમાં એકતાના કારણે ભાજપ પડખે ઉભા રહી એકતા માટે વોટ આપ્યા એટલે સ્થિતિ બદલવા લાગી. લોકોને સવાલ કરતા કહ્યું- હવે આ બધા રંજાડવા વાળા લાઈન પર આવી ગયા કે નહીં? હુલ્લડો બંધ થયા કે નહીં? કફર્યૂ ગયો અને શાંતિ, એકતા સદભાવનાનું વાતાવરણ બન્યું.
આણંદના સોજિત્રામાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોઈપણ વ્યકિત એક મતની તાકાતને ઓછી ન આંકે. સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા હતા. એક વખત ચૂંટણી લડ્યા તો એક વોટે હારી ગયા હતા. પછી બધાને પસ્તાવો થયો કે હું વોટ આપવા ગયો હોત તો સરદાર સાહેબ પ્રમુખ થઈ જાત.
એક વોટના કારણે સરદાર સાહેબ પ્રમુખ થતા રહી ગયા હતા અને એટલા માટે તમે તમારા એક એક વોટની તાકાત સમજજાે. વડાપ્રધાને કહ્યું કે, ચૂંટણીના બે દિવસ બાકી હો.ય તે પહેલા કાૅંગ્રેસ ઈફસ્ની કાગારોળ ચાલુ કરી દે છે. કાૅંગ્રેસવાળા ઈવીએમ પર તૂટી પડે એટલે એમને ખબર છે કે, હવે ઊંચાળા ભરવાના છે. આખી ચૂંટણીમાં મોદીને ગાળો દેવાની અને મતદાન આવે એટલે ઈફસ્ને ગાળો દેવાની. કાૅંગ્રેસના આ બધા ખેલ હવે દેશનો બચ્ચો બચ્ચો સમજી ગયો છે.