Western Times News

Gujarati News

કોંગ્રેસ કાયમ આતંકીઓ પ્રત્યે કુણું વલણ અપનાવે છેઃ ભાજપનો આક્ષેપ

મુંબઈ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપને આતંકવાદી પાર્ટી કહેવાના નિવેદનને લઇને આકરી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દરમિયાનની આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આતંકવાદના ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આક્ષેપ કર્યાે છે.

તેમણે કોંગ્રેસ પર આતંકવાદી અફઝલ ગુરુ પ્રત્યે નરમ વલણ રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે સોનિયા ગાંધીએ બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના મંતવ્યો શેર કરતા જોશીએ કહ્યું, “મલ્લિકાર્જુન ખડગેએ ભૂલથી ભાજપને આતંકવાદી પક્ષ કહ્યો.

તે સોનિયા ગાંધી હતા જેમણે બાટલા હાઉસમાં માર્યા ગયેલા આતંકવાદીઓ માટે આંસુ વહાવ્યા હતા. કોંગ્રેસ જ હતી જેણે અફઝલ માટે ૨૦૦૪માં પોટાને રદ્દ કર્યાે હતો. તેમના વડાપ્રધાન મનમોહન સિંઘ હતા, જેમણે અલગતાવાદી આતંકવાદીઓ સાથે હાથ મિલાવ્યા હતા”.

તેમણે કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન જ આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો જોયો છે. આજે કાશ્મીરી યુવાનો પાસે નોકરીઓ છે, પથ્થરો નથી. એક વરિષ્ઠ નેતા તરીકે ખડગેએ નિવેદન આપતા પૂર્વે તેની તપાસ કરવી જોઈએ.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.