Western Times News

Gujarati News

કોંગ્રેસ એક કંપની છે અને હવે અર્બન નકસલવાદીઓનો તેમની પાસે કોન્ટ્રાક્ટ છેઃ મોદી

ઘમંડિયા ગઠબંધન જડમૂળથી ઊખડી જશેઃ નરેન્દ્ર મોદી-ભોપાલ અને જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જાહેર સભાઓને સંબોધી

જયપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. જેમાં જયપુર અને ભોપાલમાં જાહેર સભાઓને સંબોધતાં વિરોધપક્ષોએ બનાવેલાં ગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, મોદી એટલે દરેક ગેરંટી પૂરી થવાની ગેરંટી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને સ્થળો ઉપર ભાજપના વિકાસકાર્યાે લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે, વિપક્ષો સનાતન ધર્મને ખતમ કરવા માંગે છે પરંતુ તેમનાં જ મૂળિયા ઉખડી જવાનાં છે.

આજનું ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુરમાં ભાજપની પરિવર્તન સંકલ્પ મહાસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે જે રીતે સરકાર ચલાવી છે તે ઝીરો નંબરની હકદાર છે, તેથી રાજસ્થાનના લોકોએ ગેહલોત સરકારને હટાવીને ભાજપને પરત લાવવાનો ર્નિણય કર્યો છે. લોકોએ યાદ રાખવું જાેઈએ કે મોદીનો અર્થ ગેરંટી પૂરી થવાની ગેરંટી.

અગાઉ દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી પર તેઓ તેમના જન્મસ્થળ ધણક્યા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ જ સમયે તેઓ સભાસ્થળે ખુલ્લી જીપમાં ઊભા રહ્યા અને લોકોની વચ્ચે ગયા. અહીં મહિલા કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. જયપુરમાં સાડાચાર વર્ષ બાદ મોદીની સભા યોજાઈ હતી.

હું એવા સમયે જયપુર આવ્યો છું, જ્યારે ભારતનું ગૌરવ તેની ટોચ પર છે. ભારત ચંદ્રની સપાટી પર પહોંચી ગયું છે, જ્યાં બીજું કોઈ કરી શક્યું નથી. ભારતની બહાદુરીથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે.

ઘણા દાયકાઓથી આપણી માતાઓ અને બહેનો લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા અનામતની રાહ જાેઈ રહ્યાં હતાં, તેમની આશા તમારા મતની શક્તિથી પૂર્ણ થઈ છે.

તમારા મતે મને ચૂંટ્યો અને મેં તમને મારી સેવાની ખાતરી આપી. આજે મેં તમારી આ ગેરંટી પૂરી કરી છે. તમે લોકોએ યાદ રાખવું જાેઈએ કે મોદીનો અર્થ ગેરંટી પૂરી થવાની ગેરંટી છે. કોંગ્રેસ અમારી ઓળખને ભૂંસી નાખવાની તૈયારી કરી રહી છે. તેઓ સનાતન ધર્મને નષ્ટ કરવા માગે છે,

તેથી રાજસ્થાન માત્ર આ ચૂંટણીમાં જ નહીં, પરંતુ દરેક ચૂંટણીમાં ઘમંડી ગઠબંધનને અરીસો બતાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભોપાલના પ્રવાસે ગયા હતા. પીએમ જંબુરી ગ્રાઉન્ડમાં યોજાનારી ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું, ‘મોદી એટલે દરેક ગેરંટી પૂરી થવાની ગેરંટી. કોંગ્રેસ જ્યાં પણ ગઈ ત્યાં તે રાજ્યને બરબાદ કરી નાખ્યું. મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસ એક કંપની બની ગઈ છે, હવે એનો કોન્ટ્રેક્ટ અર્બન નક્સલવાદીઓ પાસે છે.

૨૦૧૩થી ભાજપ દર ૫ વર્ષે જંબુરી મેદાનમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરે છે. મોદી ત્રીજી વખત તેના મુખ્ય વક્તા બન્યા છે. ભાજપનો દાવો છે કે મહાકુંભમાં રાજ્યભરમાંથી ૧૦ લાખ કાર્યકર્તાએ ભાગ લીધો છે.

આ ભીડ, ઉમંગ, ઉત્સાહ, મહાકુંભ, મહાન સંકલ્પ વિશે ઘણુંબધું કહે છે. આ બતાવે છે કે મધ્યપ્રદેશના મનમાં શું છે? આ દર્શાવે છે કે ભાજપ નવી ઊર્જાથી ભરપૂર છે. આ ભાજપ અને તેના દરેક કાર્યકર્તાનું બુલંદ મનોબળ દર્શાવે છે.
મારા પરિવારના સભ્યો, મધ્યપ્રદેશને દેશનું હૃદય કહેવામાં આવે છે.

દેશના આ દિલનું ભાજપ સાથેનું જાેડાણ કંઈક ખાસ રહ્યું છે. જનસંઘના સમયથી આજ સુધી એમપીની જનતાએ હંમેશાં ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. અટલજી, કુશાભાઉ ઠાકરે, કૈલાસ જાેષી, પ્યારેલાલ ખંડેલવાલ, રાજમાતા વિજયરાજે સિંધિયા, સુંદરલાલ પટવા, વીરેન્દ્ર સકલેચા… એમપીમાંથી બહાર આવી અનેક મહાન હસ્તીઓએ આપણને આજે અહીં સુધી પહોંચાડ્યા છે. તેમનું તપ અને બલિદાન દરેક ભાજપના કાર્યકર્તાને પ્રેરણા આપે છે.

મધ્યપ્રદેશ માત્ર ભાજપના વિચારોનું જ નહીં, પરંતુ તેના વિકાસના વિઝનનું પણ મહત્ત્વનું કેન્દ્ર છે. આજે જ્યારે દેશ અમૃતકાળની નવી વિકાસયાત્રા પર નીકળ્યો છે ત્યારે મધ્યપ્રદેશની ભૂમિકા વધુ મહત્ત્વની બની ગઈ છે. મધ્યપ્રદેશમાં ભાજપ સરકારે લગભગ ૨૦ વર્ષ પૂર્ણ કર્યાં છે. જે યુવાનો પ્રથમ વખત મતદાન કરશે તેમણે માત્ર ભાજપ સરકાર જ જાેઈ છે. આ યુવાનો ભાગ્યશાળી છે કે તેમણે એમપીમાં કોંગ્રેસનું ખરાબ શાસન અને ખરાબીઓ જાેઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.