કોંગ્રેસ હવે વિપક્ષ નેતાના પદથી પણ દૂર થઈ ગઈ
(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની રસાકસી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તો બીજી તરફ કોંગ્રેસનો કારમો પરાજય થતા હવે વિપક્ષી નેતા સુખરામ રાઠવા પોતાનો બંગલો ખાલી કરી રહ્યા છે સુખરામ રાઠવા ચાર ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ કોંગ્રેસ પક્ષના વિપક્ષે નેતા બન્યા હતા
અને તેમને સરકાર તરફથી મળવા પાત્ર કેબિનેટ કક્ષાનો દરજ્જાે મળ્યો હતો જેમાં સરકારી બંગલો – ગાડી ઉપરાંત ૪ સલામતી ગાર્ડસાથેની સવલતો વિપક્ષી નેતા ને મળતી હતી જાેકે ગઈકાલે કોંગ્રેસના માત્ર ૧૭ ઉમેદવારો જ પક્ષના મેન્ટેડ ઉપર ચૂંટાઈ આવતા
હવે વિધાનસભાના નિયમો ના નિયમ અનુસાર કોંગ્રેસને વિપક્ષે નેતા મળી શકશે નહીં એટલું જ નહીં તેમને અલગથી ખાસ કચેરી કે અન્ય મળવાપાત્ર કોઈપણ સવલત પ્રાપ્ત નહીં થઈ શકે એટલું જ નહીં વિભક્તિ નેતા નું પદ મેળવવા માટે ઓછામાં ઓછા ૧૯ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હોય તો જ આ પદ મળવા પાત્ર રહે છે અને એટલે જ કોંગ્રેસ હવે સત્તા તો ઠીક પણ વિપક્ષ નેતાના પદથી પણ દૂર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભાના વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા ૧૭ ધારાસભ્યો માટે અલગ કચેરી નહીં મળે પરંતુ વિધાનસભા કેમ્પસ ના પ્રથમ માળે આવેલા કોંગ્રેસના કાર્યાલય ઉપર જ ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને બેસવાનો વારો આવશે.
આ ઉપરાંત આ વખતે સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોનો વિજય થતા તેમના માટે પણ બેસવા માટે અલગ કાર્યાલય ઊભું કરવામાં આવશે કારણ કે ગુજરાતમાં નવા રાજકીય આપ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં હવે તેમને પણ કાર્યાલય મળવા પાત્ર રહેશે.
તો બીજી તરફ સમાજવાદી પાર્ટીની પણ ઐતિહાસિક એક બેઠક આવતા વહીવટી તંત્ર દ્વારા સમાજવાદી પાર્ટીના ચૂંટાયેલા એક ધારાસભ્ય માટે પણ અલગ કાર્યાલયની વ્યવસ્થા કરવામાં આવશે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી માં ભાજપ નો ઐતિહાસિક ભગવો લહેરાયો છે
તે બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ વિધાનસભામાં કાંઈ નહીં કરી શકે તે વાત ચોક્કસ છે રાજકીય સુત્રો તરફથી મળતી વિગતો મુજબ જાેવા જઈએ તો કોંગ્રેસનો પરાજય થવાનું મુખ્ય કારણ કોંગ્રેસે ટિકિટ ફાળવણીમાં બહુ મોડું કર્યું હતું.
એટલું જ નહીં વર્તમાન વિપક્ષી નેતા સુખરામ રાઠવાની ટિકિટ પણ છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ જાહેર કરી હતી આ ઉપરાંત અન્ય ધારાસભ્યોને પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસે મેન્ટેડ આપતા વિપક્ષને જાેઈએ તેટલો સમય પ્રાપ્ત થયો નહીં અને પરિણામે કોંગ્રેસ વિપક્ષ પદ થી દૂર રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.