કોંગ્રેસે ડોનેટ ફોર દેશ ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું
નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીએ આજે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ’ શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું.
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે.
કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી ત્યારે હવે આજે આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા શરુ કરવામાં આવ્યુ છે.
આ પહેલા કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે આ અભિયાન વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલ ૧૯૨૦-૨૧માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે.
અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા ૧૩૮૦ રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે. SS2SS