Western Times News

Gujarati News

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડીએ ૮ કલાક પૂછપરછ કરી

નવીદિલ્હી, કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે ગુરૂવારે કહ્યુ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડીએ નેશનલ હેરાલ્ડ સાથે જાેડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરી. ઈડીની ટીમ આશરે સાડા સાત કલાક ઓફિરમાં હાજર રહી. મલ્લિકાર્જુન ખડગેએ બહાર નિકળતા સમયે કહ્યુ કે, તે ઇન્વેસ્ટિગેશનને લઈને કંઈ કહેશે નહીં.

આ પહેલા જયરામ રમેશે કહ્યુ હતુ કે રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડી કલાકોથી પૂછપરછ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ સાંજે ૭.૩૦ કલાકે ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વા માટે ડિનરની યજમાની કરવાની હતી. તો દિવસમાં ખડગેએ રાજ્યસભાને જાણ કરી કે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, આ વચ્ચે ઈડીએ તેમની વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કોંગ્રેસ પાર્ટીને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે મને બપોરે ૧૨.૩૦ કલાકે બોલાવવામાં આવ્યો હતો. હું કાયદાનું પાલન કરવા ઈચ્છુ છું, પરંતુ શું સંસદ સત્ર દરમિયાન તેમને સમન્સ પાઠવવું યોગ્ય છે? શું પોલીસ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આવાસોનો ગેરાવ કરવો યોગ્ય છે? તે અમને ડરાવવા માટે આ કરી રહ્યાં છે. અમે ડરવાના નથી, અમે લડીશું.

ખડગેની ફરિયાદ પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે કહ્યુ કે કેન્દ્ર સરકારને આની સાથે કોઈ લેવા દેવા નથી. ગોયલે કહ્યુ- સરકાર ઈડી અધિકારીઓના કામમાં હસ્તક્ષેપ કરતી નથી. લગભગ તેમના કાર્યકાળ દરમિયાન, જ્યારે તેમની સરકાર હતી, તે હસ્તક્ષેપ કરી રહ્યાં હતા. ગોયલે કહ્યુ કે કાયદા પ્રવર્તન એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, જેણે કંઈ ખોટુ કર્યું છે.

ઈડીએ બુધવારે દિલ્હીના હેરાલ્ડ હાઉસમાં યંગ ઈન્ડિયા લિમિટેડના કાર્યાલયોને આંશિક રૂપથી સીલ કરી દીધા હતા. યંગ ઈન્ડિયા એસોસિએટેડ જર્નલ્સનું માલિક છે. મલ્લિકાર્જુન ખડગે કંપનીના સત્તાવાર પ્રતિનિધિ છે અને સીલિંગ કરવાની હતી, કારણ કે તે ત્યાં નહોતા.

ઈડીએ આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસ નેતા ખડગેની નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ સંબંધમાં પૂછપરછ કરી હતી. આ સિવાય પીએમએલએ કાયદા હેઠળ તેમનું નિવેદન નોંધ્યુ હતું.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.