કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આ મામલે થઈ જન્મટીપની સજા

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોથી દિલ્હીમાં લગભગ ૨,૮૦૦ શીખો માર્યા ગયા હતા અને દેશભરમાં ૩,૩૫૦ થી વધુ શીખો મોતને ભેટ્યા હતા
(એજન્સી) નવીદિલ્હી, દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવાયા હતા. આ મામલે સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. રાઉઝ એવન્યૂ કોર્ટે ચુકાદો આપ્યો હતો. Congress leader sajjankumar
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોથી સંબંધિત સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. આ મામલો પહેલી નવેમ્બર-૧૯૮૪નો છે,
જેમાં પશ્ચિમ દિલ્હીના રાજનગર વિસ્તારમાં બે શીખો સરદાર જસવંત સિંહ અને સરદાર તરૂણ દીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. તે દિવસે સાંજે લગભગ ચાર વાગ્યે હિંસાખોરોની એક ભીડે લોખંડના સળીયા અને લાકડીઓ લઈને પીડિતોના ઘર પર હુમલો કર્યો હતો.
તત્કાલિન વડાપ્રધાન ઇÂન્દરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફેલાયા હતાં. રાજધાની દિલ્હીમાં પણ મોટે પાયે શીખોની હત્યા થઇ હતી. દિલ્હી કેન્ટના રાજનગર વિસ્તારમાં સજ્જન કુમારના ઉશ્કેરણીજનક ભાષણ બાદ પાંચ શીખોની હત્યા કરવામાં આવી હતી.
શીખવિરોધી રમખાણોની તપાસ કરનાર નાણાવટી પંચના એક રિપોર્ટમાં સજ્જન કુમારની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યાં બાદ સીબીઆઇએ ૨૦૦૫માં આ મામલો ફરીથી ખોલ્યો હતો અને સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, મહેન્દ્ર યાદવ, ગિરધારી લાલ, કૃષ્ણ ખોખર અને બલવંત ખોખર વિરુદ્ધ કેસ નોંÎયો હતો. સીબીઆઇએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ ૧૩ જાન્યુઆરી ૨૦૧૦ના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો થયા હતાં તે ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ ભારતમાં શીખો વિરુદ્ધ સંગઠિત નરસંહાર થયો હતો. સરકારનો અંદાજ છે કે દિલ્હીમાં લગભગ ૨,૮૦૦ શીખો માર્યા ગયા હતા અને દેશભરમાં ૩,૩૫૦ જ્યારે અન્ય સ્ત્રોતો મૃત્યુઆંક લગભગ ૮,૦૦૦-૧૭,૦૦૦ હોવાનો અંદાજ લગાવે છે.
ઈન્દિરા ગાંધીની હત્યા જૂન ૧૯૮૪માં પંજાબના અમૃતસરમાં આવેલા શીખ મંદિર સંકુલ, સુવર્ણ મંદિરને સુરક્ષિત કરવા માટે લશ્કરી કાર્યવાહી, ઓપરેશન બ્લુ સ્ટારનો આદેશ આપ્યા પછી થઈ હતી.[21] આ કાર્યવાહીના પરિણામે પંજાબ માટે વધુ અધિકારો અને સ્વાયત્તતાની માંગ કરી રહેલા સશસ્ત્ર શીખ જૂથો સાથે ઘાતક યુદ્ધ થયું હતું અને ઘણા યાત્રાળુઓના મોત થયા હતા. વિશ્વભરના શીખોએ સૈન્ય કાર્યવાહીની ટીકા કરી હતી અને ઘણા લોકોએ તેને તેમના ધર્મ અને ઓળખ પર હુમલો તરીકે જોયું હતું.[22][23][24]