કોંગ્રેસના મોડેલે ગુજરાતને તબાહ કર્યુંઃ વડાપ્રધાન

ગુજરાતમાં વડોદરા, મહેસાણા, દાહોદ સહિતનાં શહેરોમાં વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર
(એજન્સી)મહેસાણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પીએમ મોદીએ મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, દેશનું પહેલું સૂર્યગ્રામ એનું ગૌરવ મહેસાણા જિલ્લાને મળ્યું અને મોઢેરા સૂર્યગ્રામનું લોકાર્પણ થતાની સાથે જ આખી દુનિયામાં મોઢેરા ચમકી ગયું. જાેડે-જાેડે મહેસાણા જિલ્લો પણ ચમકી ગયો છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, જેના માટે વ્યક્તિ કરતા પક્ષ મહાન અને પક્ષ કરતા દેશ મહાન, આ અમારા સંસ્કાર છે અને આ સંસ્કાર લઈને અમે કામ કરીએ છીએ. કોંગ્રેસનું મોડલ હતું, તમે વીજળી માંગો અને તમને ગોળીઓથી વીંધી નાખતા હતા,
કોંગ્રેસના રાજની અંદર લોકો વીજળીના કનેક્શન માંગે એમાં પણ ભ્રષ્ટાચાર અને કનેક્શન મળે કે ના મળે એની ગેરંટી નહીં. આપણે ગુજરાતની અંદર ૨૦ લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્યા. વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે, અને ગુજરાતને એટલી ઊર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્વી બનાવ્યું છે.
કોંગ્રેસનું મોડેલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર. કોંગ્રેસનું મોડેલની એક જ ઓળખાણ ભાઇ-ભત્રીજાવાદ. કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ. કોંગ્રેસની ઓળખ એટલે વોટબેંક પોલિટિક્સ. આ જ કોંગ્રેસની ઓળખ. કોંગ્રેસના આ મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું, દેશ આખાને બરબાદ કરી દીધું છે.
તેમણે કહ્યું કે, આ નરેન્દ્ર, ભૂપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે. ૧૪૦૦૦ કરોડ રુપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત ટીકાકરણનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે.
આજે ગુજરાતની અંદર ૧૨ લાખ બહેનો પશુપાલન સાથે જાેડાયેલી છે અને એ બહેનોના સશક્તિકરણ માટે આપડે નક્કી કર્યું હતું કે, ડેરીમાંથી જે બિલ ચૂકવાશે એ પૈસા સીધા બહેનોના ખાતામાં જશે.
મહેસાણામાં આજે ૧૧ જેટલી ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજાે છે અને ૧૨ જેટલી ડિપ્લોમા એન્જિનીયરીંગ કોલેજાે છે. આજે મારા ઘરે આવ્યો છું ત્યારે, મારા ગામમાં આવ્યો છું ત્યારે, મારા પરિવારજનો વચ્ચે આવ્યો છું ત્યારે, મારી આપને એક જ વિનંતી છે તમે ચૂંટણી જીતાડવાનું નક્કી કરી જ દીધું છે, જૂના બધા જ રેકોર્ડ તૂટી જાય અને વધુમાં વધુ મતદાન થાય.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવવા પ્રધાનમંત્રી ગુજરાતના દરેક ખૂણે ફરી વળ્યાં છે. ત્યાં આજે તેઓ ગુજરાતમાં ઉપરાઉપરી સભા સંબોધન કરી રહ્યાં છે. મહેસાણા, દાહોદ બાદ તેઓ વડોદરા પહોંચ્યા છે. વડોદરા શહેર જિલ્લાની કુલ ૧૦ બેઠકો છે.
આ જનસભાથી તેઓ ૧૦ બેઠકો પર ભાજપનો ભવ્ય પ્રચાર કરશે. નવલખી મેદાનમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, સમર્થકો અને લોકો હાજર રહ્યાં છે. કેમ છો વડોદરાથી તેમણે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આગળ કહ્યું કે, વડોદરા આપણી સાંસ્કૃતિનગરી, શિક્ષણની નગરી અમારા સાથીઓને આર્શીવાદ આપવા આવી છે.
આ વખતે ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે. કોઈ સરકારને ફરી બેસાડવા આટલો ઉમંગ ઉત્સાહ હોય તે અતૂટ વિશ્વાસ છે. આપણો સંકલ્પ છે કે ગુજરાત દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીનું હોવુ જાેઈએ, વિશ્વના સમૃદ્ધ દેશોના માપદંડમાં ગુજરાત પાછળ ન હોય તેવુ વિકસિત ગુજરાત જાેઈએ.
પરંતુ આ ગુજરાત કોણ બનાવે. નરેન્દ્ર પણ નહિ અને ભુપેન્દ્ર પણ નહિ. આ વિકસિત ગુજરાત નાગરિકો બનાવશે. તમારા વોટની એક તાકાત, સામ્યર્થ વિકસિત ગુજરાત બનાવશે. આપણે અમૃતકાળમાં છીએ. ૨૫ વર્ષ આપણા જીવનના મહત્વના હોય, તેમ દેશના જીવન માટે આગામી ૨૫ વર્ષ મહત્વના બની રહેશે.