કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી
નવી દિલ્હી, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુએ દરોડા દરમિયાન મળેલા ૩૫૦ કરોડથી વધુના મામલામાં પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મારા પૈસા નથી અને તેનાથી કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી.
આવકવેરા વિભાગના દરોડાને લઈને કહ્યું- જે પૈસા મળી આવ્યા છે, જેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી દળના કોઈ પૈસા નથી. કારણ વગર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ધીરજ સાહુએ કહ્યું- આ પૈસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ મારા પરિવારના પૈસા છે. અમારો પરિવાર ખુબ મોટો છે તો આ પૈસા તે લોકોના છે. હજુ આવકવેરા વિભાગ તરફથી એવું કહેવામાં આવ્યું નથી કે આ પૈસા ગેરકાયદેસર છે. તેવામાં તેના પર કંઈ કહેવું ઉતાવળ ગણાશે.
હકીકતમાં આઈટીએ ધીરજ સાહુના પરિવારની માલિકીવાળી ઓડિશાની દારૂ કંપની વિરુદ્ધ પોતાની કાર્યવાહી હેઠળ રાંચીમાં તેના આવાસમાં દરોડા પાડ્યા હતા. જે જગ્યા પર આઈટીએ રેડ કરી તે સાહુનું સંયુક્ત પારિવારિક આવાસ છે. તેમાં ૩૫૦ કરોડથી વધુ રૂપિયા મળી આવ્યા છે.
ધીરજ સાહૂએ કહ્યું- આજે જે થઈ રહ્યું છે તે મને દુખી કરે છે. હું સ્વીકાર કરુ છું કે જે પૈસા મળ્યા છે તે મારી ફર્મના છે. જે રોકડ જપ્ત થઈ છે તે મારી દારૂની ફર્મો સંબંધિત છે. પૈસા મારા નથી, આ મારા પરિવાર અને અન્ય સંબંધિત ફર્મોના છે. આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. હું દરેક વસ્તુનો જવાબ આપીશ.SS1MS