કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા્ર્જુન ખડગે ગુજરાતના બે દિવસના પ્રવાસે
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જમીન આસમાન એક કરી રહ્યા છે. ભાજપના પ્રધાનમંત્રીથી લઇને ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા સહિતના નેતાઓ ચૂંટમી પ્રચાર કરી રહ્યા છે.
ત્યારે આપના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સુરત અને રાજકોટ ખાતે એક જંગી સભાને સંબોધી ચૂક્યા છે. ત્યારે કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવીને ચૂટણી પ્રચાર કરશે.
કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે .તેમના દ્વારા જાહેર સભાને સંબોધન કરશે. સોમવારે મોટાભાગના નેતાઓ રાહુલ ગાંધીના પ્રવાસમાં વ્યસ્ત હોવાથી ખડગેની સભા કયા સ્થળે યોજવી તે અંગે ર્નિણય નથી કરી શકાયો ૨૨ નવેમ્બરના રોજ મનીશ તિવારી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.
કોગ્રેસ પક્ષ માટે પ્રચાર કરશે આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કરશે તેવી આશા કોગ્રેસ કાર્યકર્તા દ્વારા વ્યક્ત કવરામાં આવી છે.SS1MS