કોંગ્રેસે ક્યારેય તમારા બાળકો વિશે વિચાર્યું નથીઃ PM મોદી
મોદી ૭ દિવસમાં ૫ાંચમી વખત છત્તીસગઢના પ્રવાસે
દતીમા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના દતીમામાં ભાજપની સભાને સંબોધી હતી. વડાપ્રધાને કહ્યું કે આઝાદીના દાયકાઓ સુધી કોંગ્રેસ માટે આદિવાસીઓનું કોઈ અસ્તિત્વ જ નહોતું. કોંગ્રેસે ક્યારેય તમારી ચિંતા કરી નથી, તમારા બાળકો વિશે ક્યારેય વિચાર્યું નથી. જ્યારે ભાજપે હંમેશા આદિવાસી કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
આખું છત્તીસગઢ કહી રહ્યું છે કે ભાજપે તેને બનાવ્યું છે અને તેને માત્ર ભાજપ જ સુધારશે. એક જ ગુંજ છે – ભાજપા આવે છે. મોદીએ વધુમાં કહ્યું- આજે છત્તીસગઢમાં પણ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ મતદારોને કોઈપણ ડર અને ખચકાટ વિના મતદાન કરવા જણાવ્યું હતું. આ લોકશાહીનો ઉત્સવ છે, દરેક નાગરિકનો ઉત્સવ છે. આ છત્તીસગઢના નવા ભવિષ્યના નિર્માણનો ઉત્સવ છે. છત્તીસગઢમાં વધુમાં વધુ વોટ આપીને મજબૂત સરકાર બનાવવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના છત્તીસગઢ પ્રવાસ પર મંગળવારે રાયગઢ પહોંચ્યા હતા. તેઓ જિંદાલ એર સ્ટ્રીપથી હેલિકોપ્ટર દ્વારા સૂરજપુર જવા રવાના થયા હતા. અહીં દતીમામાં ભાજપની સભામાં સંબોધન કર્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢની આ પાંચમી મુલાકાત છે. દતીમા ભાટગાંવ વિધાનસભામાં આવે છે.
સુરગુજા ડિવિઝનના તમામ ૧૪ વિધાનસભા મતવિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો સાથે લોકો અહીં પહોંચ્યા હતા. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારામાંથી કોઈ આદિવાસી દીકરી દેશની રાષ્ટ્રપતિ બનશે? કોંગ્રેસે તેમને રોકવાનો અને એટલી હદે અપમાન કરવાનો પ્રયાસ કર્યો કે તમે કલ્પના પણ નહીં કરી શકો. પરંતુ ભાજપે જ આદિવાસી સમાજની બહેનોને આ સન્માન આપ્યું છે.
જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર હતી, ત્યારે તેને લાગ્યું કે આદિવાસીઓ માટે પૈસા ખર્ચવાનો અર્થ એ છે કે પૈસા બગાડવા. પરંતુ જ્યારે પણ આદિવાસીઓના હિતની વાત આવી ત્યારે ભાજપે સરકારની તિજાેરી ખોલી. આદિવાસી સમાજ માટે કેન્દ્રનું બજેટ પાંચ ગણું વધારી દીધુ. તમારા બાળકોનું સારું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે, આદિવાસી વિસ્તારોમાં ૫૦૧ આદિવાસી મોડેલ સ્કૂલ બનાવવામાં આવી રહી છે. મેં નક્કી કર્યું કે ગરીબનું બાળક પણ જે ભાષામાં ભણે છે તે જ ભાષામાં ડૉક્ટર અને એન્જિનિયર બનશે.