કોંગ્રેસિયાઓ બોર્ડ લગાવે છે “કામ બોલે છે” અરે ભાઈ ૧૯૯૦થી તમે સત્તામાં નથી તો ક્યાં કામ બોલે છે
કોંગ્રેસ પાર્ટીએ ગરીબી નહીં પણ ગરીબોને હટાવ્યા: અમિત શાહ
(એજન્સી)ભરૂચ, આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે નિઝર વિધાનસભામાં સભા સંબોધી હતી. તેમણે સભા સંબોધતા કહ્યું કે, ભલા માણસો હું દિલ્હીથી તમને મળવા આવ્યો છું અને પ્રચંડ અવાજથી ભારત માતા કી જય નો નારો બોલાવ્યો.
ભાષણની શરૂઆતમાં તેમણે બધાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, કંસરી માતા અને દેવલી માતા અને હનુમાનજીને પ્રણામ કરી મારી વાત મુકું છું.
ડો. ગામીતની જીત નિશ્ચિત છે અને નિઝરમાં કમળ ખીલવાનું છે. દરેક જગ્યાએ ભાજપના વિકાસની યાત્રા આગળ વધી છે. હું તો વર્ષોથી આ વિસ્તારમાં આવું છું કોગ્રેસિયાઓ બોર્ડ લગાવે છે કામ બોલે છે અરે ભાઈ ૧૯૯૦થી તમે સત્તામાં નથી તો ક્યાં કામ બોલે છે. આનાથી જુઠી પાર્ટી મે જાેઈ નથી. પહેલા લાઈટ આવતી ન હતી નરેન્દ્રભાઈએ ૨૪ કલાક વીજળી પહોચાડી છે. નરેન્દ્રભાઈ દિલ્હીમાં અને અહીં આપણી સરકાર આપણે વિકાસ માંગવા નહીં જવું પડે.
આઝાદીના ૭૫ વર્ષ થયાં આ કોંગ્રેસએ રાષ્ટ્રપતિ આદિવાસી બનાવ્યા નથી પરંતુ ભાજપે આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યા. આપણા સંવિધાનમાં આદિવાસીઓ માટે એક જાેગવાઈ મુકવામાં આવી હતી. બજેટનો હિસ્સો ફાળવવાનો હતો પરંતુ કોંગ્રેસ નહોતી ફાળવતી. કોંગ્રેસ વિકાસની વાત કરે છે ભાઈ તમારા સમયમાં એક હજાર કરોડ બજેટ આદિવાસી માટે હતું અને અત્યારે ૧ લાખ કરોડ રૂપિયા છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ૭ લાખ પરિવારની આવક બમણી થઈ છે.
નિઝરમાં હું કન્યા કેળવણી માટે આવ્યો હતો. ૨૦૨૪ પહેલા દરેક ઘરને શુદ્ધ પાણી મળશે. ૧૩ લાખ એકરની જમીનના માલિક બનાવ્યા છે. વિકાસના કામોના નિર્માણની વાત કરી છે. ૧ લાખ ૪૩ હજાર ખેડૂતોને ૬ હજાર ખાતામાં આપ્યા છે.
અહીં અનેક સમસ્યા હતી એનું નિરાકરણ ભાજપની સરકારે કર્યું. ૯૫૦ કરોડના ખર્ચે પીવાના પાણીનું કામ શરૂ થયું. વ્યારા સુગર માટે ૩૦ કરોડનું બજેટ ફાળવ્યું છે થોડા સમયમાં સુગર ચાલુ થઈ જશે. ૧ તારીખે કમળનું બટન દબાવીને ડો. ગામીતને વિધાનસભામાં મોકલવાના છે.
૩૭૦ની કલમને કોંગ્રેસ પોતાના ખોળામાં પંપારી પંપારીને રાખતા હતા. નરેન્દ્રભાઈએ બંધારણમાંથી કલમને ઉખાડી ફેંકી દીધી. કોંગ્રેસએ સમયે હાઈ તોબા કરતા હતા. મારી સામે ઊભા થઈ કહેતા હતા ૩૭૦ નહીં હટાવો, લોહીની નદીઓ વહેશે. એવું મને કહેતા હતા અરે રાહુલ બાબા લોહીની નદી છોડો કોઈ કાંકરી નથી ઉડાવી શકતા.
કોંગ્રેસની સરકારમાં આલિયા માલિયા ઘુસી જતા હતા પાકિસ્તાન સામે કોઈ ત્યારે આંખ ઉંચી કરતું નહોતું. પાકિસ્તાન ભૂલી ગયું હતું કે મોની બાબા મનમોહન સિંહ વડાપ્રધાન નથી નરેન્દ્રભાઈ વડા પ્રધાન છે. કોંગ્રેસએ ગરીબીને નહીં પણ ગરીબોને હટાવ્યા. કોંગ્રેસ પાર્ટીએ સત્તાનો ઉપભોગ કરવાનું કામ કર્યું છે. નિઝરથી આ કમળને વિધાનસભામાં મોકલશો.
દરમિયાન નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ ૧૩ લાખ એકર વનભૂમિ આદિવાસીઓના નામે કરી છે. તેમજ ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસે આદિવાસી ગૌરવ દિવસ માનવાની વાત ભાજપએ કરી અને નર્મદામાં બિરસામુંડા યુનિવર્સિટી માટે કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસે એક બીજા સાથે ઝઘડાવા સિવાય કોઇ કામ કર્યું નથી.
કોંગ્રેસ અત્યારે બોર્ડ લગાવે છે કોંગ્રેસનું કામ બોલે છે ૩૨ વર્ષથી સત્તામાં નથી તો કયું કામ બોલે છે જવાબ આપો.
સમગ્ર દેશ અને વિશ્વના લોકોની ઈચ્છા હતી કે રામ મંદિર બને અને રાહુલ બાબા ૧ જાન્યુઆરી ૨૦૨૪માં ભવ્ય રામ મંદિર અયોધ્યામાં જાેવા મળશે ટિકિટ બુક કરાવી લેજાે.