Western Times News

Gujarati News

રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની તૈયારી

નવીદિલ્હી, રાહુલ ગાંધીને જેવી રીતે ગુજરાતની કોર્ટમાં બે વર્ષની સજા સંભળાવી છે. ત્યાર બાદ કોગ્રેસે વિપક્ષી દળોની ૨૪ માર્ચે બેઠક બોલાવી છે. આ બેઠક શુક્રવાર સવારે ૧૦ વાગ્યે બોલાવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, રાહુલ ગાંધીને ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલા ભાષણને લઇને કોર્ટે સજા સંભળાવી છે.

રાહુલ ગાધી એ પોતાના ભાષણમાં PM Modiના સરનેમ પર ટીપ્પણી કરી હતી. જેને લઇને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાધીને આ મામલે જામીન મળી ગયા છે. અને તેમની સજાને ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જેથી કરીને તે આ ર્નિણય વિરુદ્ધમાં અપિલ કરી શકે. Congress prepares to meet President in support of Rahul Gandhi

કોગ્રેસ નાતે જયરામ રમેશે કહ્યુ કે, આ ના ફક્ત કાયદાકીય મામલો છે પરંતુ ગંભીર રાજનીતિક મામલો પણ છે. જે દેશનાી લોકસભાના ભવિષ્ય સાથે જાેડાયેલો છે. તે મોદી સરકારની રાજનીતિક દુશ્મન ,રાજનીતિક ધમકી અને શોષણ કરવાનું ઉદાહરણ છે.

જયરામ રમેશે કહ્યુ કે, કોગ્રેસ ઉધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પર ગત રાત્રે બેઠક થઇ હતી. આ બઠક બે કલાક ચાલી હતી. જેમા ર્નિણય લેવામાં આવ્યો હતો કે, પાર્ટી અધ્યક્ષ તમામ રાજ્યોમાં પ્રદેશોના અધ્યક્ષો સાથએ બેઠક કરશે રાજ્યોમાં પ્રદર્શનની તૈયારી કરશે.

કોગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, તમામ વિપક્ષ દળના નેતા ૨૪ માર્ચે સવારે ૧૧ઃ૩ વાગ્યે સસંદમાં રાષ્ટ્રપતિ ભવન પદયાત્રા કરશે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે મુલાકાતનો સમય માગ્યો છે. સોમવારે કોગ્રેસ દેશભરમાં તેને લઇને પ્રદર્શન કરશે.

જયરામ રમેશે કહ્યુ કે, અમે તેને લઇને વિરુદ્ધ કાયદાકીય રીતે લડીશુ. કાયદો અમને જે પણ અધિકાર આપે છે તેનો અમે ઉપયોગ કરીશુ. સાથે જ રાજનીતિક રીતે પણ તેની સામે લડીશુ. અમે સીધી લડાઇ લડીશુ. અમે જુકીશુ નહી અમે ડરીશુ નહી. અમે તેને મોટો રાજનીતિક મુદ્દો બનાવીશુ.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.