૨૨ વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષની ગાદી પર બેસશે બિન-ગાંધી વ્યક્તિ: આજે મતદાન

(એજન્સી) નવી દિલ્હી, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી માટે સોમવારે મતદાન થવાનું છે. લગભગ ૨૨ વર્ષ પહેલા સોનિયા ગાંધી વિરુદ્ધ જિતેન્દ્ર પ્રસાદની હરીફાઈ થઈ હતી, જે સોનિયાએ સરળતાથી જીતી લીધી હતી. આ વખતે ગાંધી પરિવાર સક્રિય રાજકારણમાં હોવાથી અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યો નથી. આવી સ્થિતિમાં આ વખતે મુકાબલો વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે છે.
અગાઉ ૨૦૧૭માં જ્યારે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે રાહુલ ગાંધીની સામે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી, જેના કારણે મતદાનની કોઈ તક ન હતી અને તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જાેકે એવું માનવામાં આવે છે કે ગાંધી પરિવારના ઈશારે મેદાનમાં ઉતરેલા ખડગેને વરિષ્ઠ નેતાઓનું સમર્થન પણ છે.
આવી સ્થિતિમાં તેમનો પાયો ઘણો ભારે જણાય છે. ખુદ ખડગેએ ્ફ૯ સાથેની ખાસ વાતચીતમાં રાહુલ-પ્રિયંકાના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેઓ સોનિયા ગાંધીનું માર્ગદર્શન લેતા રહેશે. તે જ સમયે, કેરળના સાંસદ થરૂર પરિવર્તન અને આધુનિકતાના આધારે પ્રચાર કરી રહ્યા છે,
પરંતુ વરિષ્ઠ નેતાઓનું સમર્થન ન મળવાનું ટેન્શન પણ તેમના નિવેદનોમાં જાેવા મળ્યું છે. થરૂર અગાઉ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની ચૂંટણી લડ્યા હતા, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં પાર્ટી સદસ્યતા અભિયાન હેઠળ રચાયેલા લગભગ ૯૩૦૦ પ્રતિનિધિઓ મતદાન કરશે. ડેલિગેટ જે રાજ્યના છે, તે રાજ્યના કોંગ્રેસ મુખ્યાલયમાં જઈને મતદાન કરવાનું રહેશે.
પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય ઉપરાંત અકબર રોડ સ્થિત કેન્દ્રીય કોંગ્રેસ મુખ્યાલયમાં પણ મતદાનની સુવિધા ઉપલબ્ધ રહેશે. કોંગ્રેસના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ન્યાયી છે. મતદાન મથકો પર ચાંપતી નજર રાખશે. ખાસ વાત એ છે કે યુપીથી ડેલિગેટ બનેલા રાહુલ ગાંધી સહિત ભારત જાેડો યાત્રામાં સામેલ લગભગ ૪૦ ડેલિગેટ્સ કેમ્પમાં જ પોતાનો વોટ આપી શકશે.
બેલ્લારીમાં સાંગનાકલ્લુ કેમ્પ સાઈટ પર એક મતદાન મથક બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં પણ પાર્ટીના ચૂંટણી અધિકારીઓ તૈનાત રહેશે. એવું માનવામાં આવે છે કે સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધી, જેઓ દિલ્હીના પ્રતિનિધિ છે, તેઓ ૨૪ અકબર રોડ પર મતદાન કરશે.