રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં ડીસ્ચાર્જ અરજી ન મુકી કોંગ્રેસે રાજકીય ભુલ કરી કે કાનૂની ભુલ કરી ?!
ગુજરાત હાઈકોર્ટના તથા દેશની વિવિધ હાઈકોર્ટના અને દેશની સુપ્રિમ કોર્ટના અનેક રસપ્રદ ચુકાદાઓ હોવા છતાં રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં ડીસ્ચાર્જ અરજી ન મુકી કોંગ્રેસે રાજકીય ભુલ કરી કે કાનૂની ભુલ કરી ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે !! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! પણ કેટલાક ચુકાદાઓ એવા આપેલા છે જેમાં બદનક્ષી કેસ ડીસ્ચાર્જ કર્યો છે !! એક કેસમાં આરોપી વિરૂધ્ધ ગુન્હો નોંધાયેલો હતો તેની કડક આલોચના થતાં તે કોર્ટમાં જતાં કોર્ટે આ કેસ પણ રદ કર્યો હતો.
ગુન્હાનો આરોપ છે તે કહેવું ગુન્હો નથી ?! ભારતની સુપ્રિમ કોર્ટે પણ વિરેન્દ્ર વિરૂધ્ધ પંજાબ કેસમાં તથા મેનકા ગાંધી વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી પી. એન. ભગવતીએ કહ્યું છે કે, “અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એ રાજયની સીમાને પેલે પાર પણ માનવી ભોગવે છે”!!
જયારે ન્યાયમૂર્તિ શ્રી ક્રિશ્નન અથૈરે કહ્યું છે કે, “ન્યાય હાર્દરૂપ વિચાર છે !! તેમણે તો અદાલતના ન્યાયિક ચૂકાદાઓ અને કાર્યવાહીઓની આલોચનાથી પર છે એ ખોટો ભ્રમ છે”!! ત્યાં સુધી કહ્યું હતું !! બ્રિટિશ ન્યાયાધીશ લોર્ડ એકટીને પણ કહ્યું છે
કે, “અદાલતના ર્નિણયો અને ન્યાયિક કાર્યવાહીઓની આલોચના કરવા હકકદાર છે”!! ત્યારે સુપ્રિમ કોર્ટનું પણ એવું અવલોકન છે કે, “અમુક વ્યક્તિ એવું લખે કે બધાં ચોર છે તો ગમે તે વ્યક્તિ લખેક સામે ફરિયાદ કરી ન શકે”!! જાેઈએ શ્રી રાહુલ ગાંધીના ચકચારભર્યા કેસમાં હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ શું તારણ કાઢે છે ?!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
“અદાલતના ન્યાયિક ચૂકાદાઓ અને કાર્યવાહીઓની આલોચના, ટીકાથી પર છે એ ભુલ છે” – જસ્ટીસ ક્રિશ્નન ઐયર
અમેરિકાના મહાન પ્રમુખ જહોન એડમ્સે અદ્દભુત કહ્યું છે કે, “અખબારોની ટીકા આકરી હોય છે લોકો જ જયારે ભ્રષ્ટ બને ત્યારે અખબારોએ એન્જીનનું કાર્ય બજાવીને આવા લોકોને નેસ્તનાબુદ કરવા જાેઈએ”!!
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતીએ મેનકા ગાંધી વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, “અભિવ્યક્તિની સ્વાતંત્રતાનો અધિકાર માત્ર ભારતના રાજય ક્ષેત્રમાં જ નહીં પણ તેની સીમાઓની પાર પણ ભોગવે છે”!!
આ સંજાેગોમાં કોંગ્રેસ અગ્રણી શ્રી રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બદનક્ષી કેસમાં બે વર્ષની જેલની સજા અને રૂા. ૧૫,૦૦૦/ – ના દંડની સજા ફટકારતા રાજકીય માહોલ ગરમાયો છે. વેર વિખેર વિરોધ પક્ષો એક થઈ ગયા છે !! અને કોંગ્રેસ કાનૂની જંગ માટે કમર કસી રહી છે !!
સુરતની ચીફ કોર્ટના ન્યાયાધીશે આપેલો ચૂકાદો પણ કાનૂનવિદો માટે વિવાદાસ્પદ બન્યો છે કારણ કે બદનક્ષીની વ્યાખ્યા સંદર્ભે અનેક ચૂકાદાઓ ઉપલબ્ધ છે ત્યારે ભવિષ્યમાં સુરત કોર્ટનો ચુકાદો કાનૂની જંગમાં કેટલો ટકશે ?! એ જાેવાનું રહે છે !!
રાહુલ ગાંધી પર કેસ થયો ત્યારે કોંગ્રેસના વકીલોએ કેસને “ડીસ્ચાર્જ” કરવા પ્રથમ અરજી કેમ ન કરી ?! કારણ કે સુપ્રિમ કોર્ટનો સાહિલસિંઘ વિરૂધ્ધ યુ.પી. કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે કે, જે વ્યક્તિની બદનક્ષી થઈ હોય તે જ કેસ કરી શકે ?!
ન્યાયાધીશ શ્રી સી. એસ. ઓઝાએ તેમના પુસ્તક કાનૂનની આસપાસમાં સરસ કહ્યું છે કે, “જીંદગી” નહોતી ખબર તું છે ગણિતનો દાખલો એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો”!! હવે સુરતની કોર્ટના ચીફ ન્યાયાધીશે કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીને નિવેદન માટે સજા કરી હવે પ્રથમ તો આ કેસમાં કોંગ્રેસના વિદ્વાન વકીલો આ કેસમાં ડીસ્ચાર્જ અરજી કેમ ના મુકી ?!
શું આ કેસ ડીસ્ચાર્જનો તેમણે ના લાગ્યો ?! હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના અનેક ચુકાદાઓ છે જેમાં કેસ ડીસ્ચાર્જ થવાની સંભાવના હતી જ, તો શું કોંગ્રેસના વકીલો થાપ ખાઈ ગયા ?! હાઈકોર્ટમાં કવોશિંગ પીટીશન ફાઈલ કેમ ના કરી ?! કે પછી કોંગ્રેસની ગણતરી ઉંધી પડી ?!
કેટલાક વિદ્વાન વકીલોનું કહેવું છે કે, સાહિલસિંઘ વિરૂધ્ધ સ્ટેટ ઓફ યુ.પી. એ.આઈ.આર. ૧૯૬૫ એસ.સી. ૧૪૫૧ ના કેસમાં પણ બતાવવામાં આવ્યું છે કે, આ કેસમાં બ્રિટિશ આર્કોલોજીકલ એસોસીએશન કેસમાં કરેલી નોંધ પણ છે કે, “અમુક વ્યક્તિ એવું લખે કે બધાં વકીલો ચોર છે તો ગમે તે વકીલ લેખક સામે ફરિયાદ કરી ન શકે ?!
કારણ કે એ લેખમાં એ ચોકકસ વકીલની બદનક્ષી માટે લખેલું નથી”!! એ જ રીતે પટના હાઈકોર્ટ સમક્ષ એવો એક કિસ્સો આવેલો જેમં “નાદાન ફિલ્મ”માં વકીલોના એક જૂથ માટે અમુક બદનક્ષીભર્યા સંવાદો બનાવવામાં આવેલા આથી કેટલાક વકીલોએ આ અંગે ફરિયાદ કરેલી !!
“આશા પારેખ વિરૂધ્ધ સ્ટેટ” એ કેસમાં જસ્ટીસ શ્રી સિંહાએ એવી નોંધ લીધી હતી કે એ ફિલ્મમાં માત્ર એવા વકીલો માટે સંવાદો હતાં જે ખરાબ પ્રેકટીસ કરતા હતાં, એટલે કે વકીલાતના સમગ્ર વ્યવસાયની નિંદા કરતા ન હતા અને કોઈ કોઈ ચોકકસ વકીલની પણ બદનક્ષી કરતા નહોતા !! એમાં બદનક્ષી કેસ બની શકે નહીં !! કોર્ટનું આ તારણ હતું !!
અમુક બાબતમાં પોલીસો લાંચ લે છે એમ કહેવાથી કોઈ ચોકકસ પોલીસ ઓફિસરની બદનક્ષી થઈ છે એવી ફરિયાદ ચાલી શકે નહીં !! એમ પણ પટના હાઈકોર્ટના સરકારી વકીલ વિરૂધ્ધ ગોપાલદાસ બધુ એ.આઈ.આર. ૧૯૨૨ પટના (૧૦૧) ના કેસમાં એવું કહ્યું હતું કે, બ્રિજભૂષણ વિરૂધ્ધ દિલ્હી એ.આઈ.આર. ૧૯૫૦, એસ.સી. ૧૨૯ સહિત અનેક ચૂકાદાઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કરે છે
ત્યારે કેટલાક વકીલોનું એવું પણ માનવું છે કે, કોઈ ચોકકસ વ્યક્તિના નામ જાેગ બદનક્ષી થઈ હોય તો જ કેસ જે તે વ્યક્તિ કરી શકે બાકી બધાં ગમે તેમાં બદનક્ષી કેસ કરીને ઉભા રહે તો અખબારી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો બંધારણની કલમ-૧૯ હેઠળ અધિકાર જ ન રહે !!
કોંગ્રેસના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીએ તેજાબી શૈલીમાં સવાલ ઉઠાવી સ્વ. વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની યાદ તાજી કરાવી દીધી !!!
ભારતના શહીદ વડાપ્રધાન શ્રીમતી ગાંધીના આખરી શબ્દો હતાં “જાે હું રાષ્ટ્રની સેવા કરતા, કરતા મૃત્યુ પામ્યું તો તેને હું મારૂં ગૌરવ ગણીશ, મારા લોહીનું એક એક ટીપું રાષ્ટ્રના વિકાસ અને વૃધ્ધિ તથા દેશને મજબુત બનાવવામાં સહભાગી નિવડશે તેવો મને વિશ્વાસ છે”!!
આજે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “વડાપ્રધાનજી શહીદ વડાપ્રધાનના પુત્રને દેશદ્રોહી, મીર જાફર કહેવામાં આવ્યો છે ભરી સંસદમાં તમે આખા પરિવાર અને કાશ્મીરી પંડિત સમાજનું અપમાન કરતા પુંછયું કે, તેઓ નહેરૂ અટક કેમ નથી રાખતા ?!”!! પરિવારે ભારતીય લોકશાહીને પોતાનું લોહી સિંચ્યું છે
અમારી નસોમાં જે લોહી દોડે છે તેની એક ખાસિયત છે અમે કયારેય ઝુકીશું નહીં !! આ રોષ શ્રીમતી પ્રિયંકા ગાંધીનો સ્વાભાવિક છે. કારણ કે દેશ સેવા કરતા તેમણે દાદીને અને પિતાને શહીદ થતાં જાેયા છે !!