Western Times News

Gujarati News

કોંગ્રેસને મારી જરૂર ન હોય તો મારી પાસે બીજા ઘણા કામ છેઃ શશી થરૂર

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂર અને કોંગ્રેસ પાર્ટીના સંબંધોમાં હાલ કડવાશ જોવા મળી રહી છે. હાલમાં જ તેમણે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કરી પાર્ટીમાં પોતાને હાંસિયામાં ધકેલી દેવાની વાતને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની પાર્ટીને સ્પષ્ટ કહી દીધું કે, તમને એવું ન લાગવું જોઈએ કે, શશિ થરૂર પાસે કોઈ વિકલ્પ નથી.

શશિ થરૂરે કહ્યું કે, તુરૂવનંતપુરમથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ જાણ થાય છે કે, રાજ્ય અને દેશના વિકાસ વિશે મેં સ્વતંત્ર રૂપે પોતાના વિચાર વ્યક્ત કરવા માટે તેમના અધિકારોનું સમર્થન કર્યું છે. હું પાર્ટી માટે હાજર છું પરંતુ, જો કોંગ્રેસને મારી સેવાની જરૂર નથી તો મારી પાસે વિકલ્પ છે.

શશિ થરૂરે એક ઈન્ટરવ્યુમાં કેરળ કોંગ્રેસમાં નેતૃત્વની કમીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. થરૂરે કહ્યું કે, પાર્ટીની અંદર નેતૃત્વની કમી એક ગંભીર સમસ્યા છે. જો કોંગ્રેસ પોતાની સિમિત વોટબેન્કથી કામ કરે છે તો તેને ત્રીજીવાર વિપક્ષમાં બેસવાનો સામનો કરવોસલ પડશે.

કોંગ્રેસે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરક પર પોતાની અપીલને વધારવી પડશે. કારણ કે, પાર્ટી ફક્ત પોતાની સમર્પિત વોટબેન્કના સહારે સત્તામાં ન આવી શકે.
આ વિશે વધુ વાત કરતાં શશિ થરૂરે કહ્યું કે, સ્વતંત્ર સરવેથી પણ જાણ થઈ કે, કેરળમાં નેતૃત્વના મામલે હું અન્ય કરતાં આગળ છું. જો પાર્ટી મને ઉપયોગ કરવા ઈચ્છે છે તો હું પાર્ટી માટે હાજર રહીશ. જો નહીં તો મારી પાસે અન્ય કાર્ય છે. મારે એવું ન વિચારવું જોઈએ કે, મારી પાસે કોઈ વિકલ્પ નથી.

જોકે, પાર્ટી બદલવાને લઈને શશિ થરૂરે કહ્યું કે, હું પાર્ટી બદલવા વિશે નથી વિચારી રહ્યો. મારૂ માનવું છે કે, જો પાર્ટીથી અસંમત છીએ તો પાર્ટી બદલવાનો રસ્તો ન અપનાવવો જોઈએ. મારી પાસે પુસ્તક છે. ભાષણ આપવા માટેના નિમંત્રણ છે. અન્ય પણ બીજા કામ છે. શશિ થરૂરે કહ્યું કે, પાર્ટીની કાર્યસમિતિમાં સભ્ય બન્યા બાદ મેં તેનો કોઈ વિશેષ પ્રભાવ નથી જોયો.

સીડબ્લ્યુસીમાં ૧૦૦ લોકો હોય છે. આ હવે કોઈ નાના સમૂહ જેવું નથી રહ્યું. બેઠક એક મોટી કોન્ફરન્સની જેમ થાય છે ન કે એક સામાન્ય સમિતિની બેઠકની જેમ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.