Western Times News

Gujarati News

કોંગ્રેસે MPમાં પોતાના શાસનનો હિસાબ આપવો જાેઈએ: અમિત શાહ

અમિત શાહના ભોપાલમાં કોંગ્રેસ પર પ્રહાર-અમિત શાહે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી

(એજન્સી)ભોપાલ, કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી. આ સાથે તેમણે રાજ્યમાં ભાજપ સરકારના ૨૦ વર્ષના રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસે એમપીમાં પોતાના શાસનનો હિસાબ આપવો જાેઈએ. અમે એમપીને ૨૦ વર્ષ સુધી વિકસિત રાજ્યોની શ્રેણીમાં લાવ્યા છીએ.

પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નામ લીધા વિના અમિત શાહે કહ્યું કે, “વર્ષ ૨૦૦૩માં મધ્યપ્રદેશના લોકોએ શ્રી બંટાધરની સરકારને હટાવીને એક ઐતિહાસિક ર્નિણય લીધો અને ભાજપની સરકાર બનાવી.

ત્યારે મધ્યપ્રદેશને બિમારુ શબ્દમાંથી મુક્ત કરવાનું કામ ભાજપ સરકારે કર્યું. છેલ્લા ૨૦ વર્ષમાં મધ્યપ્રદેશ “વિકસિત મધ્ય પ્રદેશ” તરીકે ઉભરી આવ્યું છે. આ ૨૦ વર્ષોમાં આર્ત્મનિભર મધ્યપ્રદેશનો પાયો નાખવાનું કામ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, એક સમયે વિભાજીત ગણાતું મધ્યપ્રદેશ આજે અન્ય રાજ્યોની જેમ વિકાસની ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આ બે દાયકામાં રાજ્યમાં વીજળી, રસ્તા, પાણી અને શિક્ષણ જેવી અનેક પાયાની વ્યવસ્થાઓને મજબૂત કરીને ભાજપ સરકારે રાજ્યમાં વિકાસના નવા આયામો સ્થાપ્યા છે.

અમિત શાહે કહ્યું, “જે લોકો આજે દાવા કરી રહ્યા છે, તેમણે પહેલા ૫૩ વર્ષનો હિસાબ જનતાની સામે રાખવો જાેઈએ. એમપી બિમારુ રાજ્ય કોંગ્રેસના શાસનમાં બન્યું. તેમના શાસનકાળમાં મધ્યપ્રદેશનો વિકાસ પણ થયો ન હતો. તેમણે વધુમાં કહ્યું કે ૨૦ વર્ષમાં અમે મધ્યપ્રદેશને આર્ત્મનિભર બનાવવાનો પાયો નાખવાનું કામ કર્યું છે. જે એક સમયે બિમારુ રાજ્ય તરીકે ઓળખાતું હતું તે બેજાેડ બની રહ્યું છે. જે દરેક બાબતમાં પછાત ગણાતું હતું તે આજે વિકાસમાં આગળ ગણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.