કોંગ્રેસના સમર્થકોએ ગાઝિયાબાદમાં નારેબાજી કરનારા લોકોને માર માર્યો
ગાઝિયાબાદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર -બેરીકેડિંગના કારણે ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ ભડક્યાં હતા અને નારેબાજી કરવા લાગ્યા હતા
ગાજીયાબાદ, દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઈવે પર ગાઝીપુર બોર્ડર પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં. રાહુલ ગાંધી સંભલ જઈ રહ્યાં છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ઉતર્યા છે. જેમાં બેરીકેડિંગના કારણે ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ ભડક્યાં હતા અને નારેબાજી કરવા લાગ્યા હતા.
મળતી માહિતી મુજબ, ટ્રાફિકજામમાં અટવાયેલા લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. જાણવા મળ્યું છે કે, કોંગ્રેસના સમર્થકોએ નારેબાજી કરનારા લોકોને માર માર્યો હતો. આ પછી સામાન્ય લોકો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મુસાફરી કરી રહેલા લોકો વચ્ચે ઘર્ષણનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, કોંગ્રેસના સમર્થકો નારેબાજી કરતાં કેટલાક લોકોને હટાવી રહ્યા છે અને તેમની સાથે ઝઘડો કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના સમર્થકો અમુક લોકો સાથે મારામારી પણ કરી રહ્યા છે અને ધક્કો મારીને ત્યાથી હટાવી રહ્યા છે.
ગાઝીપુર બોર્ડર પર ફસાયેલા એક વ્યક્તિએ કહ્યું કે, મને ખબર નથી કે અમને કેમ રોકવામાં આવી રહ્યા છે? રાહુલ ગાંધી રસ્તાની બીજી બાજુ છે તો આ રસ્તો કેમ રોક્યો? જનતાને પરેશાની ભોગવવી પડી રહી છે. આ સાથે અન્ય કેટલાક લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, નારેબાજી કરી રહેલા લોકો ભાજપના કાર્યકર્તા હતા. જો કે, બધાને જગ્યા પર થી હટાવી દેવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી પણ દિલ્હી પરત જતા રહ્યા છે.