અહેમદ પટેલના પુત્રી કચ્છના બન્ની-પચ્છમ વિસ્તારના લોકોને મહેસૂલી હક્ક અપાવવા લડત ચલાવશે
કચ્છના અન્યાયને વાચા આપશે કોંગ્રેસઃ મુમતાઝ અહમદ પટેલ
અંકલેશ્વર, કોંગ્રેસના દિગ્ગજ દિવગંત નેતા અહેમદ પટેલના પુત્રી અને યુવા કાર્યકર મુમતાઝ પટેલે કચ્છના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કર્યાે હતો. કચ્છ સાથેના જુના સંબંધોને પુનઃ જીવિત કરવા લાગણી દર્શાવી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારે કચ્છ જિલ્લાને કરેલા અન્યાયને વાચા આપવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. ખાસ કરીને કચ્છના બન્ની-પચ્છમ વિસ્તારના લોકોને મહેસૂલી હક્ક અપાવવા કોંગ્રેસ લડત ચલાવશે તેવું કચ્છની મુલાકાતે આવેલા કોંગ્રેસના યુવા મહિલા અગ્રણી અને કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝબેન પટેલે જણાવ્યું હતું.
કચ્છ જિલ્લા સાથે ગાઢ સંબંધ રહ્યો હતો. તેમના પિતા અને ખાસ કચ્છી મિત્રોને મળી સંબંધોને પુનઃ જીવિત કર્યા છે. આવનાર દિવસોમાં પણ કચ્છ જિલ્લાની વધુ મુલાકાતો લઈ જિલ્લાના લોકો સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.
મુમતાઝ પટેલે ગાંધીધામ બાદ ખાવડા અને બન્ની પચ્છમની મુલાકાત લઈ સ્થાનિકો સાથે વાતચીત કરી તેમના પડતર પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. ભુજની મુસ્લિમ એજ્યુકેશન ખાતે છાત્રો સાથે પણ મુલાકાત કરી વિદ્યાર્થીઓને તેમણે ભાવિ ભારતના ઘડવૈયા ગણાવ્યા હતા.
આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભરત સોલંકી, ઈકબાલ મંધરા, અલીમામદભાઈ જત, જુમાભાઈ નોડે, રસીદ સમા, દાદા હાલે પૌત્રા, ઈશાભાઈ મુતવા, હાજી કાસમ નોડે, રાયશી જુમા, અસરફ સૈયદ, ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.