Western Times News

Gujarati News

કોંગી અગ્રણી અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને ઈડીની પૂછપરછ

(પ્રતિનિધિ) અમદાવાદ:  કોંગ્રેસના અગ્રણી અહેમદભાઈ પટેલની જાણીતા સાંડેસરા ગ્રુપના આર્થિક કૌભાંડમાં સંડોવણી બહાર આવતા ઈડીના અધિકારીઓએ બે દિવસ પહેલા તેમની પુછપરછ કરી હતી અને ત્યારબાદ આજે સવારથી જ અહેમદભાઈના નિવાસસ્થાને ઈડીના અધિકારીઓએ દરોડો પાડતાં સનસનાટી મચી ગઈ છે ચોંકાવનારા એવા ૪૭૦૦ કરોડ રૂપિયાના આ કૌભાંડમાં અન્ય કેટલાક મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી સંપૂર્ણ શક્યતા છે.

આ અંગેની વિગત એવી છે કે દેશના જાણીતા સાંડેસરા જૂથના રૂપિયા ૪૭૦૦ કરોડના કૌભાંડમાં ઈડી દ્વારા છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલતી હતી આ કૌભાંડમાં થયેલા નાણાંકીય વ્યવહારોના પગલે તપાસ કરતા કેટલાક રાજકીય નેતાઓના નામો ખુલ્યા હતા

જેમાં સૌ પ્રથમ કોંગ્રેસના અગ્રણી અહેમદભાઈ પટેલનું નામ આવતા જ ઈડીએ ખાનગીરાહે તપાસ શરૂ કરી મહત્વપૂર્ણ વિગતો એકત્ર કરી હતી આ સમગ્ર કૌભાંડમાં હવાલા ઓપરેટરની પણ ભૂમિકા તથા તેની જુબાનીના આધારે ઈડીના અધિકારીઓએ બે દિવસ પહેલા અહેમદભાઈ પટેલને પૂછપરછ માટે ઓફિસમાં બોલાવ્યા હતા. લંબાણપૂર્વક અહેમદભાઈની પુછપરછ કરવામાં આવી હતી.

પુછપરછ બાદ આજે સવારે ઈડીના અધિકારીઓ અહેમદભાઈના દિલ્હી સ્થિત  નિવાસસ્થાને પહોંચી ગયા હતા અધિકારીઓની આગેવાનીમાં ઈડીની ટીમોએ અહેમદભાઈના નિવાસસ્થાને દરોડા પાડી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે

આ ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજા પણ એકત્ર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. દરોડાની કાર્યવાહીથી કોંગ્રેસના અન્ય નેતાઓ પણ સતર્ક બન્યા છે જાકે આ અંગે અહેમદભાઈની પુછપરછ દરમિયાન રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી પરંતુ ઈડીના અધિકારીઓએ રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે આજે સવારે દરોડા પાડતાં રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.