Western Times News

Gujarati News

બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાના લાભ પર પ્રતિબંધની વિચારણા

કેન્દ્ર ટુંકમાં કાયદો લાગુ કરે તેવી શકયતાઃ રાજસ્થાનના મંત્રી ઝાબરસિંહ

(એજન્સી)નવીદિલ્હી, રાજસ્થાનના મંત્રી ઝાબરસિંઘ ખર્રાએ જણાવયું છે. કે કેન્દ્ર સરકાર બેથી વધુ બાળક ધરાવતા દંપતીને સરકારી યયોજનાના લાભ પરઅંકુશની ગંભીર વિચારણા કરી રહી છે. તેમણે કહયું હતું કે, સતત વધતી વસતીને કારણે દેશના સ્ત્રોતો પર પ્રતીકૃળ અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રના સતરે ટુંક સમયમાં કાયદો અમલી બનાવાય તેવી શકયતા છે.

રાજસ્થાન સરકારમાં મંત્રી ઝાબરસિંઘે સોમવારે જણાવયું હતું કે, બેથી વધુ બાળકો ધરાવતા દંપતીને મળતા સરકારી યોજનાના લાભ નિયંત્રીત કરવા સઘન વિચારણા ચાલી રહી છે. ટુંક સમયમાં કેન્દ્ર આ દિશામાં કોઈ કાયદો લાગુ કરશે.” તેમણે કહયું હતું કે વસતી વિસ્ફોટની સીધી અસર દેશના સ્ત્રોતો પર થાય છે. અને તેને લીધે ઘણી સમસ્યા ઉદભવે છે. ઉલ્લેખનીય છેકે કોગ્રેસ ઉમેદવાર દીપેન્દ્ર સિંઘને હરાવી વિધાનસભા ચુંટણી જીત્યા હતા.

ભાજપના જ રાજસ્થાન સરકારના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ જણાવયું હતું કે, કેન્દ્ર સરકારે સમાનતાની ભાવના સાથે વિવિધ કલ્યાયણ યોજનાઓ લાગુ કરી છે. પણ અમુક સમુદાયમાં વસતીની અસાધારણને વૃદ્ધિને કારણે યોજનાના અમલમાં અસમાનતા ઉભી થાય છે.” તેમણે કહયું હતું કે “અમુક સમુદાયમાં ચાર બેગમ પત્ની અને ૩૬ બાળકો હોય છે. તે ખોટું છે. દરેક માટે કાયદો સમાન હોવો જોઈએ.

તેમણે દાવો કર્યો હતો કે, રાજસ્થાન વિધાનસભાના કેટલાક સભ્યોને પણ ૩-૪ પત્ની છે. અહી એ નોધવું જરૂરી છે કે રાજસ્થાનમાં સરકારી નોકરી માટે બે બાળકોના કાયદાનું પાલન જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પણ ફેબ્રુઆરીમાં આ પોલીસીની મંજુરી આપી હતી. કોર્ટે જણાવ્યું હુતં કે પોલીસી ભેદભાવયુકત નથી. અને તેમાં બંધારણનું ઉલ્લંઘન થતું નથી.

રાજસ્થાન વેરીયસ સર્વીસ એમેન્ડમેન્ટ રૂલ્સ ર૦૦૧ અનુસાર બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને સરકારી નોકરીમાં રાખવા પર પ્રતીબંધ છે. નાણામંત્રી નિર્મલા સીતારામને ચાલુ વર્ષે વચગાળાના બજેટ પહેલા વસતી વધારો અઅને તેને લીધે વિકસીત ભારતના લક્ષ્યાંક સામે ઉભા થતા પડકારો અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે આવી િંચતાના ઉકેલ માટે ઉચ્ચસ્તરીય સમીતી બનાવવાની પણ જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.