BAPS સંસ્થાને બદનામ કરતા મેસેજો કરી ઘૃણાસ્પદ ધાર્મિક લાગણી ઉશ્કેરતા ષડયંત્રનો પર્દાફાશ

બીએપીએસ, હિન્દુસમાજનું અપમાન, દુષ્પ્રચાર અને ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા ષડયંત્રનો પર્દાફાશ-સાયબર ક્રાઈમ પોલીસે અવિનાશ વ્યાસની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા
(એજન્સી)અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી સોશીયલ મીડીયા પર દેશ-વિદેમાં પ્રતીષ્ઠીત બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સંસ્થા બીએપીએઅસ મહંત સ્વામી સહીતના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાય, હિન્દુ સમાજ અને સનાતન વિશે અપમાનજનક લખાણ ઈરાદાપુર્વક ધાર્મિક લાગણી ઉશ્કેરવા ઈરાદાપુર્વક ધાર્મિક લાગણી ઉશ્કેરવા દુભવવા
અને ખોટી માહિતીઓથી દુષ્ચાર કરી બીએપીએસ (BAPS) સંસ્થાને બદનામ કરતા મેસેજોનું હીણપતભર્યું કૃત્ય આચરવામાં ષડયંત્રનો સાયબર ક્રાઈમ પદાફાશ કર્યો છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમે અવિનાશ વ્યાસની ધરપકડ કરીને એડી ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને એમ.વી. ચૌહાણની કોર્ટમાંથી એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
આ શખ્સ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહીતના સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જુદાજુદા નામના સંખ્યાબંધ એકાઉન્ટ પર સતત ધાર્મિક લાગણી દુભવતા મેસેજ વાયરલ કરીને લોકોમાં ગેરસમજ ઉભી થાય તેવા પ્રયાસો કરતો હતો એમ પોલીસે જણાવ્યું છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના હરીભકત વિપુલભાઈ પટેલે ૧૦ માર્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ આપી હતી.
ફરીયાદમાં જણાવાયુું હતું કે, ગત ૭ માર્ચના રોજ ફરીયાદીને કેટલાક સોશીયલ મીડીયા એકાઉન્ટ પર મહંત સ્વામી અન્ય સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયની શાખને ઠેસપહોચે તેવા લખાણ ઉશ્કેરણીજનક ફોટો હીન્દુ સમાજઅને સનાતન વિશે આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.
વિપુલે પટેલે ફરીયાદમાં એવી પણ રજુઅત કરીહતી.કે, અમારા ગુરુુની પ્રતીષ્ઠાને હાની પહોચે તે રીતે કેટલાંક લોકો બીએપીએસ વડતાલ ધામ પ્રમુખરાજ અને બીએપીએસ ના પરીવારર જેવા નામે સોશીયલ મીડીયામાં એકાઉન્ટ બનાવીને ઉશ્કેરણીજનક વાતો ફેલાવી સ્વામીનારાયણ સંપ્રદાયની લાગણી દુભાવે છે.
પોલીસ ફરીયાદ થતાં સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી. અને વટવા રોડ પર રહેતા અવિનાશ વ્યાસને ઝડપી લીધો હતો. અવિનાશ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસ તપાસ દરમ્યાન તેના મોબાઈલ ફોનમાંથી એકસ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા એક ડઝનથી પણ વધુ સોશીયલ મડીયા એકાઉન્ટ મળી આવ્યા હતા. માથાભારે ગુજજુભાઈ પ્રેમવતીનો લવર, પબ્લીક વોઈસ, ન્યુઝ, વ્યાસજી, રૂચી ગુપ્તા તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના જુદાજુદા નામે બનાવેલા એકાઉન્ટ ફોનમાંથી મળ્યા હતા.