રેલવે ટ્રેક પર પોલ મૂકી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
વરણા ઈટોલા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ
(એજન્સી)વડોદરા, વડોદરાના વરણામાં મોટી દુર્ઘટના ટળી છે. વરણા ઈટોલા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. મેટલ ફેનસિંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. આ સાથે જ ટ્રેક ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
પાઈલટની સતર્કતાથી ૨ એક્સપ્રેસ ટ્રેનનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર મામલે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. વડોદરાના વરણામાં ઈટોલા વચ્ચે રેલવે ટ્રેક પર પોલ મૂકી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મોડી રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ નહીં મળતા મામલો સામે આવ્યો હતો.
કેટલાક અસામાજીક તત્વોએ મેટલ ફેનસિંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૨ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઓખા શાલીમાર એક્સપ્રેસ અને અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનનો આબાદ બચાવ થયો છે.
આ મામલે સિનિયર સેક્શન એન્જિનિયરે ફરિયાદ કરતાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ગઈ કાલે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ નહીં મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મેટલ ફેનસિંગ પોલ મૂકી ટ્રેન ઉઠલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો.
વડોદરા સુરત રેલવે લાઇન પર ૩૮૦/૯ અને ૩૮૦/૭ પિલલર વચ્ચે તથા ૩૭૯/૧૭ અને તે૩૭૯/૧૫ પિલલર વચ્ચે મેટલ ફેનસિંગ પોલ અજાણ્યા શખ્સ દ્વારા મૂકી ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનામાં ઓખા શાલીમાર એક્સપ્રેસ અને અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનનો આબાદ બચાવ થયો છે.