Western Times News

Gujarati News

અરવલ્લીનો કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતો ઝડપાયો

(એજન્સી)મોડાસા, અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવનારા બે પોલીસ કોન્સ્ટેબલોની. ગઈકાલે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણાસણ ચોકડી પાસેથી સાબરકાંઠા એલસીબીએ કારમાં લઈ જવાતો દારૂ ઝડપી પાંચ સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમાં મુખ્ય બે આરોપીઓ રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ અને બીજાે વિજય છનાભાઈ પરમાર. આ બંને આરોપીઓ અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. આ બંનેના દારૂની હેરાફેરીમાં આરોપી તરીકે નામ આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ બંને પોલીસ કોન્સ્ટેબલો રાજસ્થાનથી દારૂ લાવી ખેતરમાં સંતાડી રાખતા હતા અને ખાનગી વાહનમાં અમદાવાદ, ગાંધીનગર સુધી પહોંચાડતા હતા. ગઈકાલે ધનસુરાના રાહીયોલ ગામે રહેતા કોન્સ્ટેબલ વિજય છનાભાઈ પરમાર તેના ખેતરમાં સંતાડેલો દારૂ કારમાં ભરીને ગાંધીનગર લઈ જતો હતો. તે દરમિયાન પોલીસને શંકા જતા જિલ્લા એલસીબીએ વાહન રોકી વાહનમાંથી ૩૪ હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં પોલીસે દારૂની ખેપ લગાવનારા ૬ કોન્સ્ટેબલો સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરેલા છે. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એન.એન.રબારીએ આ કેસ અંગે જણાવ્યું હતું કે, એલસીબી પીએસઆઈ અને સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન રણાસણ નજીક રોડ પર નંબર વગરની સ્કોર્પિયોની તપાસ કરી હતી. જેમાંથી અલગ અલગ બ્રાંડની ૮ વિદેશી દારૂની પેટી મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.