કોન્સ્ટેબલ પત્નીએ ગર્ભપાતની ના પાડતા પતિએ જમવામાં અબોર્શન પિલ્સ નાખી
મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેમના પતિ હાર્દિક અને પરિવારના સભ્યો તેમને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતા હતા
મહિલા પતિ અને સાસરિયા સામે નોંધાવી ફરિયાદ
રાજકોટ,એક બીજાને પસંદ કરતા હોવા છતાં લગ્ન પછી કેટલાક સંજાેગો એવા ઉભા થતા હોય છે કે જાણે પતિ-પત્ની એક બીજાના વેરી બની જતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં બન્યો છે કે જ્યાં મહિલા કોન્સ્ટેબલે તેના પતિ તથા પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાએ ફરિયાદ કરી છે કે તેમને ખાવામાં ગર્ભપાતની ગોળી ખવડાવી ખવડાવી દેવામાં આવી હતી. કોન્સ્ટેબલ મહિલાએ પતિ સહિત સાસુ-સસરા અને નણંદો સામે ફરિયાદ કરી છે.
મહિલા કોન્સ્ટેબલ એકતા દાણીધારિયા આક્ષેપ કર્યો છે કે તેમના પતિ હાર્દિક અને પરિવારના સભ્યો તેમને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતા હતા, પરંતુ એકતાએ આમ કરાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ મામલે એકતાએ ફરિયાદ નોંધાવી છે.
એકતાએ જણાવ્યું છે કે તેમને બે દિવસ ભારે લોહી વહેવાનું ચાલું થતાં તેમણે ડૉક્ટરની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમને મિસકેરેજ થયું હોવાનું માલુમ પડ્યું હતું. કોન્સ્ટેબલ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિ હાર્દિક અને તેના સાસુ-સસરા તથા નણંદોએ તેમના જમવામાં અબોર્શનની ગોળીઓ નાખીને જમવાનું આપ્યું હતું.
જેના કારણે તેમના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું મોત થઈ ગયું છે. એકતાએ પતિ હાર્દિકની સાથે તેના સાસુ-સસરાની ઓળખ જીતેન્દ્ર અને પ્રફુલા તથા નણંદ મોના અને પાયલ તરીકે આપી છે. એકતા અને હાર્દિકના લગ્ન ૨૧ મે ૨૦૨૨માં થયા હતા, બન્ને વચ્ચે ૬ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયા બાદ લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો.
કોન્સ્ટેબલ પરિણીતા પતિ હાર્દિક સાથે જૂનાગઢ રહેતી હતી પરંતુ તેના (એકતા) માતા-પિતા આ લગ્નથી ખુશ નહોતા. એકતા રોજ જૂનાગઢ અને રાજકોટ વચ્ચે નોકરી માટે અપ-ડાઉન કરતી હતી. એકતાને લગ્ન પછી એ પણ જાણવા મળ્યું કે તેના પતિ એકતાનું અન્ય મહિલા સાથે પણ લફડું છે.
હાર્દિકના ફોનમાં રહેલા વિડીયોથી આ વાત સાબિત થતી હતી પરંતુ તેણે આવું કશું ના હોવાનું કહ્યું હતું. એકતાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કેજે મકવાણાએ આ અંગે જણાવ્યું કે, “જ્યારે પરિણીતા પ્રેગનેન્ટ હતી ત્યારે તેના સાસરીવાળાએ તેને અબોર્શન કરાવવા માટે દબાણ કર્યું હતું.
ફરિયાદી મહિલાએ દાવો કર્યો છે કે તેની પાસે રેકોર્ડિંગ છે કે જેમાં તેના પતિ હાર્દિક, સાસરિયા અને નણંદો દ્વારા તેને અબોર્શન માટે દબાણ કરવામાં આવતું હતું.