ગોડાઉનમાંથી 86 લાખથી વધુનાં કન્સ્ટ્રકશન સામાનની ચોરીનું ઘૂંટાતુ રહસ્ય
વિજાપુર, વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલા વિનાયક ગોડાઉનમાં રાખેલ કવચ કન્સ્ટ્રકશન કંપનીનો ૮૬ લાખથી વધુનો સામાન ચોરીની ફરિયાદ વિજાપુર પોલીસ સ્ટેશને હિંમતનગરના સ્પર્શ પટેલે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
હિંમતનગર ખાતે રામેશ્વર સોસાયટી મહાવીરનગરમાં રહેતા સ્પર્શ ઉત્પલભાઈ પટેલ અને મહેસાણા કૃપાલ રેસીડેન્સીમાં રહેતા હેમંતભાઈ બાબુભાઈ પટેલ સાથે ભાગીદારીમાં કવચ કન્સ્ટ્રકશન અને કવચ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા અને તેમની સાઈટસ મહારાષ્ટ્રના નાગપુર અને મધ્યપ્રદેશમાં ચાલતી
અને કન્સ્ટ્રકશનનો સામાન જે તે સેન્ટરની જગ્યાએ કોન્ટ્રાકટરનો સામાન રાખેલો હતો અને ગુજરાતમાં ચાલતી સાઈટનું કામકાજ પૂર્ણ થતા લાડોલ ઉપર આવેલી કોટન મિલનમાં સામાન રાખેલો હતો. જે મીલ વેચાણ થતાં સામાન વિજાપુર-હિંમતનગર ઉપર આવેલા વિનાયક ગોડાઉનમાં અને બહાર ખુલ્લામાં મુકવામાં આવેલો હતો.
દરમિયાન બ્રેકર મશીનની જરૂર હોવાથી સ્પર્શ પટેલ લઈ ગયેલા અને તે સમયે બીજાે વધારાનો સામાન અકબંધ હતો જયારે ઉત્પલ પટેલ પ.પ.ર૩ ના રોજ ઉંઝાથી હિંમતનગર જતા હતા એ દરમિયાન વિનાયક એસ્ટેટ ગોડાઉન પર ગયા ત્યારે ગોડાઉનની બહાર મુકેલા મિકસર મશીન જાેવા નહીં મળતા ગોડાઉન ચેક કરતા લોક દબલાઈ ગયું હોવાથી બીજા દિવસે હિંમતનગર ઘરે મુકેલા ગોડાઉનની ચાવી લાવી જાેતાં ચાવી પણ લાગતી નહોતી.
આથી ગ્રાઇન્ડરથી લોક તોડી અંદર ચેક કરતા કન્સ્ટ્રકશનનો સામાન અંદર જાેવા ન મળતા કોઈ અજાણ્યા વ્યક્તિ ગોડાઉનનું તાળુ તોડી રૂ.૮૬,૮પ,૮૦૦ લાખનો સામાન ચોરી કરી ગયાનું માલુમ પડયું હતું જેથી સ્પર્શ ઉત્પલભાઈ પટેલે વિજાપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. વનરાજસિંહ ચાવડા ચલાવી રહ્યા છે.