USAના નેશવીલમાં કુળદેવી ઉમીયા માતાજીના ભવ્ય શીખરબધ્ધ મંદીરનું નિર્માણ
અમેરીકામાં ઉમીયા માતાજીના ૮મા ભવ્ય શિખર બધ્ધ મંદિરની સ્થાપના -તા.ર૧ થી ર૩ જુન દરમ્યાન ભવ્યતાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
(એજન્સી)અમદાવાદ, વિશ્વના ૧૩ર દેશમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી મા ઉમીયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રધ્ધાના દર્શન અમેરીકાની ધરતી પર થઈ રહયા છે.
કુળદેવી ઉમીયા માતાજીના પ્રાગટય સ્થાન અને તીર્થસ્થાન ઉંઝા ઉમીયા માતાજી સંસ્થાનની પ્રેરણાથી અમેરીકાના ટેનીસી સ્ટેટના નેશવીલ સીટીમાં કુળદેવી ઉમીયા માતાજીના ભવ્ય શીખરબધ્ધ મંદીરનું નિર્માણ કરાયું છે.
USAના ટેનસી સ્ટેટ સહીત સમગ્ર અમેરીકામાં વસતા કડવા પાટીદાર શ્રધ્ધાળુઓ દ્વારા ૧૦ કરોડ રૂપિયા દાન કરવામાં આવ્યું છે. ૧૦ એકર વિશાળ જમીન પર નયનરમ્ય અને કલાકૃતિ સમાન દૈદીપ્યના ભવ્ય મંદીર નિર્માણ કરાયું છે.
અખંડ સ્વરૂપા એન શીવ અર્ધાગીની મા કુળદેવી ઉમીયા માતાજી મંદીરની પ્રાણપ્રતીષ્ઠા તા.ર૧-રર અને ર૩ ના રોજ જુનના યોજો. આ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ અને સી.કે. પટેલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ભવ્ય મંદીરની પ્રાણપ્રતીષ્ઠા મહોત્સવ અંતર્ગત મા કુળદેવી ઉમીયા માતાજીની દીવ્ય અલૌકીક જયોતી નેશવીલ પહોચી ગઈ છે. દિવ્ય અલૌકીક જયોત લઈને નેશવીલા પધારેલા ચંદુભાઈ પટેલ કે.વી.સી.ટ્રસ્ટ મહામંત્રી શોભનાબેન પટેલ પાર્થ ચંદુભાઈ પટેલ માનસી પાર્થ પટેલ જે.કે. પટેલ પુર્વ સીટી તાલુકા પ્રમુખ બીજેપી અને બ્રીજેશ પટેલનું શ્રધ્ધાળુ પરીવારો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
ઉઝા ઉમીયા માતાજી સંસ્થાના માનદ મંત્રી દીલીપ દાદા નેતાજીએ જણાવ્યું હતું કે , અમેરીકા સહીત ૧૩ર દેશમાં વસવાટ કરતા કડવા પાટીદાર સહીત તમામ જ્ઞાતીના લોકોમાં મા કુળદેવી ઉમીયા માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રધ્ધાના દર્શન થઈ રહયા છે. અમેરીકાની ધરતી પર આઠમા શિખરબધ્ધ મંદીરની સ્થાપના કરાઈ છે.