Western Times News

Gujarati News

40 કરોડના ખર્ચે નવી અમદાવાદમાં નવી RTO કચેરીનું નિર્માણ

File photo

૨૦૨૨માં નવી કચેરીનું કામ શરૂ કરાયું હતું. જે કચેરી આગામી ૮ મહિનામાં બનીને તૈયાર થશે.

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ પાસે આવેલ આરટીઓની કચેરી રાજ્યની સૌથી મોટી અને આધુનિક કચેરી બનવા જઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી આરટીઓની જૂની કચેરી જર્જરીત હાલતમાં હતી જે કચેરીને તોડીને છેલ્લા ત્રણ વર્ષથી નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

જે કચેરીમાં લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓને તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપીને બનાવાઈ રહી છે. આરટીઓ કચેરીના અધિકારીની વાત માનીએ તો નવી આરટીઓ કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી રહી છે જે ઓફિસ યુનિક ઓફિસ હશે તેવો અધિકારીનો દાવો છે.

મળતી માહિતી પ્રમાણે નવી આરટીઓ કચેરી ૪૦ કરોડના ખર્ચે બનાવાઈ રહી છે જે નવી કચેરી ત્રણ માળની હશે જેમાં ૨૦૦૦થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરાશે અલગ અલગ વિભાગને લગતા કાઉન્ટરો બનાવવા છે. વિશાળ પાર્કિંગ સુવિધાઓ હશે જે પાર્કિંગમાં જમીન પર ૧૬૧ ટુ-વ્હીલર અને ૫૨ ફોરવીલર જ્યારે બેઝમેન્ટમાં ૩૬૨ ટુ-વ્હીલર અને ૧૩૦ ફોરવીલર આવે તે પ્રકારનું પાર્કિંગ બનાવવા છે.

તેમજ આરટીઓ કચેરીમાં ટેસ્ટીંગમાં પડતી દૂર કરવા માટે ત્રણ નવા આધુનિક ઓટોમેટીક ટેસ્ટિંગ ટ્રેક બનાવવા છે. જેનાથી ટેસ્ટિંગની પ્રક્રિયા સરળ બનશે. તે સિવાય એક વિશાળ કોન્ફરન્સ હોલ બનાવાયો છે. આરટીઓ કચેરીમાં પાણી, બેસવાની વિવિધ કાઉન્ટરોની ઓફિસો, સેફટીને લગતી સુવિધાઓ પણ રાખવામાં આવશે. તેમજ આરટીઓ ની અંદર એન્ટ્રી થાઓ ત્યારે ટોકન નંબર દેખાય તેમ જ વેટિંગ કેટલું છે.

તે જાણી શકાય તે માટે એલઇડી સ્ક્રીનો મુકાશે. આરટીઓ અધિકારીની વાત માનીએ તો ૨૦૨૨માં નવી કચેરીનું કામ શરૂ કરાયું હતું. જે કચેરી આગામી ૮ મહિનામાં બનીને તૈયાર થશે. જે બાદ લોકોને સુભાષ બ્રિજ પાસે આરટીઓ કચેરીમાં અદ્યતન સુવિધા માણવાનો લાભ મળશે. ત્રણ વર્ષથી ચાલી રહેલું આ કામ કોરોનાની અસરના કારણે મંદ પડ્યું હતું. પરંતુ ફરી એકવાર પરિસ્થિતિમાં સુધારા થતાં આ કામે જોર પકડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.