વીજ તંત્ર દ્વારા નવા કનેકશનમાં બિનજરૂરી ડોકયુમેન્ટ મંગાતા ગ્રાહકો પરેશાન?
બગસરામાં વીજ તંત્ર પોતાના જ નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાની રાવ
બગસરા, બગસરા પીજીવીસીએલમાં જરૂીરયાત કરતા વધુ ડોકયુમેન્ટ માગીને ગ્રાહકોને હેરાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. બગસરા તાલુકાના પીજીવીસીએલ સબ ડીવીઝન નીચે આવતા ગામડા તથા શહેરરના લોકો માટે નવા કનેકશનની માગણી કરવા માટેના ડોકયુમેન્ટની યાદી પીજીવીસીએલ કચેરીમાં જ લગાવેલી હોય છે.
જેમાં ઓથેન્ટીક કોઈપણ એક ડોકયુમેન્ટ જાેડીને કનેકશન નથી માગણી મુકી શકો છો. તેમાં નિયમ ખુદ પીસીવીસીએલ કચેરીમાં જ લગાવેલો હોય તે નિયમનો ઉલાળીયો કરીને જરૂરીયાત કરતા વધુ ડોકયુમેન્ટ માંગીને ગ્રાહકોને ખોટી રીીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવી ફરીયાદ ખુદ ગ્રાહકો પાસેથી સાંભળવા મળે છે.
PGVCLના જવાબદાર અધિકારી આ બાબતે યોગ્ય કરીને નવું કનેકશન મેળવવા માટે સરળતાથી વધારાના ધકકા વગર મળે તેવી તાલુકાના શહેરમાંથીેં માંગ ઉઠી છે. નવા કનેકશન માટે લોકો પાસેથીી મંગાતા દસ્તાવેજની સાથે પાલીકાના રહીશ અને આવકનો દાખલો પણ માંગવામાં આવેે છે.
લોકોને પાલીકામાં લાંબોો સમય સુધી લાઈનમાં ઉભા રહીને સમયનો બગાડ કરવો પડે છે. જયારે ખુદ પીજીવીસીએલ ઓફીસમાં મસમોટા બેનરો મારીને લખવામાં આવ્યું છે કે આમાંથી કોઈ પણ એક ડોકયુમેન્ટ હોય તો પણ નવંું મીટર મળી શકે છે. તેમ છતાં ત્યાંના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓ તત્કાલ કાર્યવાહી કરે અને લોકોને સરળતાથી નવા મીટર મળી જાય તેવી ગ્રાહકો દ્વારા માંગ ઉઠી છે.