વલસાડમાં બોગસ રોયલ્ટી પાસ સાથે રેતી લઇને જતું કન્ટેનર ઝડપાયું
વલસાડ, વલસાડમાંથી નકલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરીને રેત ખનન કરવામાં આવતુ હતુ.જાે કે ખનીજ વિભાગે નકલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરીને લઇને જવાતુ એક રેતી ભરેલું કન્ટેનર ઝડપ્યુ છે.
ગુજરાતમાં નકલી કચેરી, નકલી પીએ અને નકલી ટોલનાકા બાદ હવે નકલી રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપાયુ છે. વલસાડમાંથી નકલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરીને રેત ખનન કરવામાં આવતુ હતુ.જાે કે ખનીજ વિભાગે નકલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરીને લઇને જવાતુ એક રેતી ભરેલું કન્ટેનર ઝડપ્યુ છે.
વલસાડના પારડીમાં આવેલા બગવાડા ટોલ નાકા પાસેથી ખનિજ વિભાગે એક રેતી ભરેલું કન્ટેનર ઝડપ્યું છે. જ્યારે આ કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને ચાલક પાસેથી રોયલ્ટી પાસ માગવામાં આવ્યો, ત્યારે ચાલકે રોયલ્ટી પાસ બતાવ્યો હતો.
જાે કે પાસ ચેક કરતા તે નકલી હોવાનું સામે આવ્યુ હતુ. આ વાતનો ખુલાસો ત્યારે થયો, જ્યારે સોફ્ટવેરમાં પાસની ચકાસણી કરવામાં આવી. ભૂમાફિયાઓ નકલી રોયલ્ટી પાસ મારફતે રેતીની હેરાફેરી કરાતા હોવાનું કૌભાંડ ખુલી ગયું છે.
મહત્વનું છે, આ ટ્રક વડોદરાના ડભોઇ ખાતેથી રેતી ભરીને આવી રહ્યું હતું.જેથી વલસાડના ખનિજ વિભાગે વડોદરાના ખનિજ વિભાગને પત્ર લખીને જાણ કરી અને વધુ તપાસ કરી, તો મોટી સંખ્યામાં આ રીતે કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું.
ઉલ્લેખનીય છે, નકલી રોયલ્ટી પાસથી ભૂમાફિયાઓએ સરકારને લાખોનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે. તો કૌભાંડને લઇ ૩ લોકો સામે પારડી પોલીસ મથકે ગુનો નોંધાયો અને વધુ તપાસ હાથ ધરાઇ. SS3SS