રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા લઇ રહી છે નિર્દોષ લોકોનો ભોગ
વડોદરા, રાજ્યમાં દૂર્ઘટનાના પગલે નિર્દોષોના જીવ જઈ રહ્યાં છે. પહેલા મોરબી અને હવે વડોદરાની દુર્ઘટના સતત મનને વિચલિત અને વિચાર મગ્ન કરવા મજબૂર બનાવી રહી છે. આ બધાની વચ્ચે એ વાત સાક્ષી પૂરે છે કે, આ માટે સંપૂર્ણ જવાબદાર કોન્ટ્રાક્ટ પ્રથા જ છે. પહેલા મોરબી અને બાદમાં હરણીમાં બેદરકાર કોન્ટ્રાક્ટરોએ માસુમોનો ભોગ લીધો છે.
બિનઅનુભવી કંપનીઓ અને બેદરકાર સંચાલકોના પાપે લોકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યાં છે. મોરબીમાં પણ હોનારત બાદ ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયા મુદ્દે વિવાદ થયો હતો. જાે કે, આ તરફ વડોદરામાં પણ હરણી લેકમાં સેવઉસળનો નાસ્તો બનાવનારને બોટિંગનો કોન્ટ્રાક્ટનો અપાયો હતો. પૈસા વસૂલવા સામે સલામતી અને માણસાઇને નેવે મુકી દેતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર વરસી રહ્યો છે.
માનવ જિંદગીને મજાક બનાવી દેનાર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાની માગ ઉઠી રહી છે. પૈસાની લાલચે ગુણવત્તા અને સલામતી નેવે મુકી કમાઇ કરતા કોન્ટ્રાક્ટરો સામે દાખલારૂપ કાર્યવાહીની માગ કરાઈ છે.
આ સવાલોના જવાબ આપો
કોટીયા કંપનીને ખાણીપીણીનો અનુભવ તો બોટનો કોન્ટ્રાક્ટ કેમ?
કોટીયા કંપનીને કોન્ટ્રાક્ટ આપતા પહેલા શું તપાસ કરી?
અણઘડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના દસ્તાવેજ પર સહી કોની છે?
કેમ કોઈ અધિકારીને ૧૭નાં મોતના જવાબદાર ન બનાવવામાં આવ્યા?
કે પછી નેતાઓએ તરફેણ કરી અને મનપાએ કોન્ટ્રાક્ટ આપી દીધો?
કોટીયા કંપની સાથે શાહ પરિવારનો નાતો શું છે?
પરિવારના સભ્યોને આરોપી બનાવ્યા પણ કિંગપીન છે કોણ?
કોની ભલામણથી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો એ બહાર આવશે?
અધિકારીને ફરિયાદી તો સુરક્ષાની તપાસ કરવાની જવાબદારી કોની?
બોટના ઓપરેટર નિયમ નથી પાળતા તો એમને કોઈએ રોક્યા?
કોન્ટ્રાક્ટમાં વાસ્તવમાં મલાઈ ખાનારાઓનું આરોપીઓમાં નામ છે? SS3SS