ભરૂચમાં ટીબી વિભાગનાં કરારકર્મીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈ ઉપવાસ આંદોલન ઉપર

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં ટીબી વિભાગનાં કરારકર્મીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈ ગાંધીજયંતિ નિમિત્તે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા અને માંગ નહિ સ્વીકારાય તો ગાંધીનગર ખાતે ધરણા યોજશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. સમગ્ર ગુજરાતનાં ટીબી વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ જેવી કે પગાર વધારો-સેવા નિવૃતી સમયે કમ્પેન્સેશન-ઈન સર્વીસ મૃત્યુ સહાયમાં વધારો-જીલ્લા બદલીની વ્યવસ્થા અમલી બનાવવી-કોવિડમાં મૃત્યુ પામેલને સહાય સહીતની માંગણી બાબતે સત્વરે નિરાકરણ લાવવા આહ્વાન કર્યું હતું.
જેના પગલે તારીખ ૧૯-૦૯-૨૦૨૨ થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહ્યા છે અને સંવેદનશિલતાના દાવા કરતી સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.ત્યારે ૨જી ઓકટોબરના રોજ ગાંધીજયંતિ નિમિત્તે ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ જીલ્લાના ટીબી વિભાગના કરાર કર્મીઓની પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ નહિ આવતા કચેરી બહાર ધરણા ઉપવાસ યોજ્યા હતા અને જણાવ્યુ હતું કે અમારી માંગો સ્વીકારવામાં નહિ આવે તો આગામી દિવસોમા ગાંધીનગર ખાતે ધરણા યોજીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે વિવિધ વિભાગના કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે.ત્યારે સરકાર દ્વારા આ તમામ લોકોની માંગ નહિ સ્વીકારે તો વિધાનસભાની ચૂંટણીમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે.ત્યારે સરકાર કયારે આ આંદોલનકારીઓની માંગણી સ્વીકારે છે કે નહિ તે જાેવું રહ્યું.