વિવાદીત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં
અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા માનસી સર્કલ નજીકના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ ૨૦૧૪માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જાેકે, પતિ સાથે મનભેદના કારણે વર્ષ ૨૦૧૯માં છુટાછેડા લીધા હતા. પતિને આગળ પાછળ કોઇ ન હોવાથી છૂટાછેડા બાદ પણ રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરી તેમના જ ઘરે રહેતા હતા.
આ કેસમાં સોશિયલ મિડીયાથી જાણીતી બનેલી ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. એક મહિલાના ઘરે કીર્તી પટેલ અને તેની સાથે ગુડ્ડી પટેલ તથા અન્ય બે શખ્સોએ ઘૂસીને ઘરમાંથી નીકળી જવાનું કહી મારામારી કરતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધાઇ છે. ચારેક દિવસ પહેલા રમીલાબેન ઘરે હાજર હતા ત્યારે બે સ્ત્રીઓ રામનિવાસ અગ્રવાલને મળવા આવી અને ઘરમાંથી નીકળવાનું કહીને બબાલ કરીને મારામારી કરવા લાગી હતી.
ત્યારબાદ પોલીસ બોલાવતા આ બંને ફરાર થઇ ગઇ હતી. બાદમાં રમીલાબેનને જાણ થઇ કે તે જે સ્ત્રીઓ આવી હતી તેમાં એક કીર્તી પટેલ અને બીજી ગુડ્ડી પટેલ હતી. સાથે જે શખ્સો આવ્યા હતા તેનું નામ વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી હતું. મારામારીના કારણે થોડા દિવસો બાદ દુખાવો થતાં રમીલાબેનને સારવાર માટે ખસેડાતા આ મામલે પોલીસને જાણ થઇ હતી.
જેથી ફરિયાદી રમીલાબેને આ મામલે કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસે પ્રાથમિક તપાસ કરતા એવુ જાણવા મળ્યું કે, આ કેસમાં આરોપી વિરમ ભરવાડ કર્ણાવતી ક્લબ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ધરાવે છે. કીર્તિ પટેલની પણ ત્યાં અવર જવર રહેતી હોય છે. આમ પણ કીર્તિ પટેલે પહેલેથી જ ગાળાગાળી કરવામાં છેતરપીંડી અને મારમારી જેવા વિવાદોથી ઘેરાયેલ છે. તેવામાં અગાઉ પણ અમદાવાદ અને સુરતમાં તેના વિરુદ્ધ મારામારી અનેં છેતરપિંડીના ગુના નોંધાઇ ચૂકેલા છે.
સુરતમાં છેતરપીંડીના ગુનામાં ફરિયાદી પોલીસ કમિશ્નર સુધી રજુઆત પોહચીં હતી ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ મારામારી ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે ફરી એલ વખત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ ગેરકાયદેસર ઘુસી જઇ મારામારી કરવા અંગે કીર્તિ પટેલ સહિત ચાર સામે ફરિયાદ નોંધાતા પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જાેવું રહ્યું.SS1MS