Western Times News

Gujarati News

પાકિસ્તાન ક્રિકેટમાં ફરીથી વિવાદ સર્જાયો

કરાચી, પાકિસ્તાન ક્રિકેટમાં વિવાદ કોઈ નવી બાબત નથી અને તેમાં સોમવારે એક નવા વિવાદનો ઉમેરો થયો હતો જ્યારે પાકિસ્તાનની લિમિટેડ ઓવર્સની ટીમના ચીફ કોચ અને ભૂતપૂર્વ સાઉથ આળિકન ક્રિકેટર ગેરી કર્સ્ટને તેમના હોદા પરથી રાજીનામું આપી દીધું હતું.પાકિસ્તાનની વ્હાઈટ-બોલ ક્રિકેટ ટીમે (વન-ડે અને ટી૨૦) તાજેતરના સમયમાં અત્યંત નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.

પાકિસ્તાની ટીમ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપના ગ્‰પ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હવે પાકિસ્તાનમાં આગામી વર્ષે એટલે કે ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે અને તેને ધ્યાનમાં રાખતાં ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

ટીમના સ્ટાર બેટ્‌સમેન બાબર આઝમે ટીમની કેપ્ટનશિપ છોડી દીધા બાદ હવે વિકેટકીપર બેટ્‌સમેન મોહમ્મદ રિઝવાનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

જોકે, રિઝવાનને કેપ્ટન બનાવવામાં આવ્યો હોવાની જાહેરાતના એક દિવસ બાદ પાકિસ્તાની ટીમને મોટો ફટકો પડ્યો છે કેમ કે ગેરી કર્સ્ટને વ્હાઈટ-બોલ ટીમના ચીફ કોચનું પદ છોડી દીધું છે.

ગેરી કર્સ્ટનને ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ ૨૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ પાકિસ્તાન વ્હાઈટ-બોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની નિમણૂકનાં છ મહિના પછી જ તેમણે પોતાની જોબ છોડી દીધી છે. પાકિસ્તાને વર્લ્ડ કપ-૨૦૨૩ બાદ એક પણ વન-ડે મેચ રમી નથી.

જોકે ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે જ્યાં તે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમશે. પરંતુ તે પહેલાં જ ગેરી કર્સ્ટને વિદાય લીધી છે અને તેનો અર્થ એ થયો કે લિમિટેડ ઓવર્સના ક્રિકેટ માટે પાકિસ્તાનના કોચ તરીકેના પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન ગેરી કર્સ્ટને પાકિસ્તાન માટે એક પણ વન-ડે મેચમાં કોચિંગ કર્યું નથી.

ગેરી કર્સ્ટને ફક્ત ટી૨૦ ક્રિકેટમાં જ પાકિસ્તાનને કોચિંગ આપ્યું હતું જેમાં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝનો સમાવેશ થતો હતો. જ્યારે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ તેમનું અંતિમ એસાઈન્મેન્ટ બની રહ્યું.ગેરી કર્સ્ટને રાજીનામુ આપી દીધા બાદ પાકિસ્તાનના વ્હાઈટ-બોલ ક્રિકેટના હેડ કોચની જવાબદારી જેસન ગિલેસ્પીને સોંપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર એવા જેસન ગિલેસ્પી હાલમાં પાકિસ્તાની ટેસ્ટ ટીમનો બોલિંગ કોચ છે. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનના પ્રદર્શનના કારણે ગિલેસ્પીને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હાલમાં પાકિસ્તાને ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની સીરિઝ ૨-૧થી જીતી છે. લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં જેસન ગિલેસ્પીનું પ્રથમ અસાઈન્મેન્ટ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હશે અને ત્યારબાદ તે ટીમ સાથે ઝિમ્બાબ્વે જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.