આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો
પંચમહાલ, મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. મેરિટમાં ન આવેલા ઉમેદવારોની અપીલ ધ્યાને ન લેવાતા વિવાદ વધ્યો છે. અપીલ ગ્રાહ્ય ન રહેતા મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો છે. આ સાથે ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ કરવામાં આવી છે.
રાજ્યમાં વધુ એક ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. પંચમહાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે. ભરતી પ્રક્રિયામાં મોટો છબરડો થયો હોવાનો ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા છે.
એક જ ઉમેદવારનું નામ મેરિટમાં બે વાર દર્શાવવામાં આવતાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.
મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. મેરિટમાં ન આવેલા ઉમેદવારોની અપીલ ધ્યાને ન લેવાતા વિવાદ વધ્યો છે. અપીલ ગ્રાહ્ય ન રહેતા મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો છે. આ સાથે ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ કરવામાં આવી છે. SS3SS