રાજસ્થાનની સરકારી શાળામાં હિજાબ પર પ્રતિબંધથી વિવાદ
કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો
જયપુર, કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. હવે બે વર્ષ બાદ એવો જ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કોલેજાેમાં હિજાબ પહેરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર ભારે રાજનીતિ થઈ હતી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
હવે રાજસ્થાનમાં હિજાબ વિવાદે પણ દસ્તક આપી છે જ્યાં રાજધાની જયપુરની એક સરકારી શાળામાં ૨૬ જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવા સામે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ કથિત રીતે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ ચર્ચા શરૂ થઈ હતી કે શું શાળાઓમાં બધાએ સમાન ડ્રેસ કોડનું પાલન કરવું જાેઈએ અને શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવો જાેઈએ કે નહિ.
હિજાબ વિવાદને લઈને ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય સામે મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કરેલા વિરોધ બાદ ભજનલાલ સરકારના પ્રધાન ડો.કિરોડીલાલ મીણાએ પણ આ ઘટનામાં ધારાસભ્ય આચાર્યની દલીલને સમર્થન આપ્યું હતું. શિક્ષણ પ્રધાન મદન દિલાવરે પણ આ અંગે શિક્ષણ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો છે કે કયા કયા રાજ્યોમાં હિજાબ પર પ્રતિબંધ છે.
કેબિનેટ પ્રધાન ડો.કિરોડીલાલ મીણાએ પણ હિજાબ અને બુરખા પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ઘણા મુસ્લિમ દેશો છે જ્યાં હિજાબ પર પ્રતિબંધ છે, તો ભારતમાં હિજાબ કેમ પહેરવામાં આવે છે. અહીં પણ અન્ય દેશોની જેમ બુરખા અને હિજાબ પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. તેમજ તમામ શાળાઓમાં યુનિફોર્મ ડ્રેસ કોડ હોવો જાેઈએ.
જયપુરમાં હિજાબને લઈને સર્જાયેલા વિવાદ બાદ સોમવારે મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ સુભાષ ચોક પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને જાેરદાર પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો અને અન્ય મુસ્લિમ સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદર્શન બાદ પોલીસ પ્રશાસને આ ઘટનામાં વિદ્યાર્થીનીઓને આશ્વાસન આપ્યું હતું. જાે કે સ્કૂલની વિદ્યાર્થિનીઓની માંગ છે કે હવામહેલના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ આ મામલે માફી માંગવી જાેઈએ.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમની શાળાના વાર્ષિક કાર્યક્રમમાં આવેલા ધારાસભ્યએ તેમની સાથે હિજાબ વિશે વાત કરી હતી. આ સાથે જ તેઓએ ધાર્મિક નારા પણ લગાવ્યા હતા.
તેણી આ સહન કરશે નહીં. બાદમાં આ ઘટના વિશે નિવેદન આપતાં ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ કહ્યું હતું કે તેમણે શાળામાં બે પ્રકારના વિદ્યાર્થીઓ જાેયા એક હિજાબમાં અને બીજી હિજાબ વગર. એટલે તેમને એવી દલીલ કરી હતી કે જાે શાળાનો ડ્રેસ કોડ નિશ્ચિત હોય તો બાળકોએતેનું પાલન કરવું જાેઈએ. નહિતો હિમ્દુ બાળકો રંગબેરંગી ડ્રેસ કે લહેંગા ચુન્ની પહેરીને આવશે તો શાળા કેવી રીતે ચાલશે? જાે કે આ મુદ્દે રાજકારણ જાેરદાર ચર્ચાઓ ચાલી રહી છે. SS2SS