ઝનોર ગામે નર્મદા નદીના પટની જમીન વધુ પ્રમાણમાં ખોદી નાંખતા વિવાદ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના વિવિધ ગામોમાં નર્મદા નદીના પટ અને ખાનગી જમીનોમાં માટી ખોદાણ ચાલતું હોવાની ફરિયાદો અનેકવાર ઉભી થઈ રહી છે.
ત્યારે ઝનોર ગામે માટી ખનન મોટા પાયે થતું હોવાની ફરિયાદ નાગરિક દ્વારા કરવામાં આવી હતી.જે બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા જીપીએસ મારફતે તપાસ કરતા ખેતી લાયક ખાનગી જમીન માંથી વધુ પ્રમાણમાં માટી ખનન કર્યું હોવાનો ભાંડો ફૂટતા ખાણ ખનીજ વિભાગ તથા જીપીસીબી દ્વારા કુલ ૬૬ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો.તેમ છતાં માટી ખનન હજુ ચાલી રહ્યું હોવાનું આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના ઝનોર ગામના રહીશ જ્યંતિભાઈ મંગુભાઈ વાળંદ નાઓએ ગામના ભાથામાં માટી ખનન થતું હોય તેમજ ગેકાયદેસર માટી ખનન મુદ્દે ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરી હતી.
જે ફરિયાદના પગલે ભરૂચ જીલ્લા ખાણ ખનીજ વિભાગ તથા જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવતા જીપીએસ મારફતે તપાસ કરવામાં આવતા જીપીએસમાં સરકારી જમીનની બાજુમાં આવેલ સર્વે નંબર ૨૬૦ ની ખાનગી જમીનમાં મોટા પાયે ૨૬,૯૯૦,૮૭ મેટ્રિક ટન માટી ખનન થયું હોય તેવું સામે આવ્યું હતું.
વધુ તપાસ કરતા આ જગ્યા ઉર્વશીબેન રાજુભાઈ પટેલ દ્વારા મોટા પ્રમાણમાં માટી ખનન થયું હોવાના પગલે તપાસ દરમ્યાન જેની સામે ફરિયાદ કરવામાં આવી હતી.તેમની પત્નીના નામે જ આ જગ્યા હોય જેના કારણે ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ખોદકામ કરેલ જગ્યા ઉપર માપણી કરી લાખો ટન માટી સગેવગે કરી હોય જેના આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪૭,૨૩,૪૦૫ લાખ તથા જીપીસીબી દ્વારા ૧૯,૩૬,૬૦૦ લાખ મળી કુલ ૬૬,૬૦,૦૦૫ લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો.