AMAના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમોએ માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ,
બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં નવીન કાર્યક્રમોનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. આજે, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન બર્નાર્ડિનો (CSUSB) યુએસએના સહયોગથી એએમએના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સ અનન્ય બ્રાન્ડ-વેલ્યુ ધરાવે છે.
એએમએ દ્રારા ૨૫ નવેમ્બર, ૨૦૨૩ના રોજ જાન્યુઆરીથી જૂન, ૨૦૨૩ની પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામની બેચ માટે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન માનનીય રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી,
પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કર્યા હતા. મંત્રીશ્રીએ મેનેજમેન્ટ પ્રેક્ટિસ આધારિત સશક્ત અને સ્વ-નિર્ભર ભારતનું સરકારનું વિઝન અને મિશન રજૂ કર્યું હતું.