Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં પ્લાસ્ટિકની થેલીઓમાં વેચાઈ રહ્યો છે રાંધણગેસ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં, કુદરતી ગેસનો ઉપયોગ રસોઈ માટે અને ઠંડીમાં ગરમી મેળવવા માટે થાય છે. જાેકે, ગેસના ભંડારમાં થયેલા ઘટાડાને કારણે સત્તાવાળાઓએ ઘરો, ફિલિંગ સ્ટેશનો અને ઔદ્યોગિક એકમોને ગેસનો પુરવઠો ઘટાડી દીધો છે.

બીજું, કાર્બન સ્ટીલ અથવા સ્ટીલ એલોયથી બનેલા સિલિન્ડરની કિંમત ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા છે. જેના કારણે નાના દુકાનદારો, ગરીબ પરિવારો અને અન્ય લોકો તેને ખરીદી શકતા નથી. પરંતુ તેમને ખોરાક રાંધવો છે, તેથી તેઓએ બીજી પદ્ધતિ અપનાવી છે. તે એટલું ખતરનાક છે કે લગભગ દરેક શહેરમાં આવી સેંકડો દુકાનો જાેવા મળશે જે પાઉડરની જેમ કામ કરતી હોય છે.

અહેવાલ મુજબ, ગેસ એકઠા કરવાની આ પદ્ધતિ જીવલેણ છે. આમાં વિસ્ફોટનું જાેખમ છે. ઈસ્લામાબાદના એક મેડિકલ ઓફિસરે જણાવ્યું કે તેમના સેન્ટરમાં દરરોજ સરેરાશ આઠ એવા દર્દીઓ આવે છે, જેઓ આ બેગના વિસ્ફોટ અને સંબંધિત અકસ્માતોમાં ઘાયલ થયા હતા.

કેટલાક દર્દીઓ ગંભીર રીતે ઘાયલ છે. ઘણા લોકો એવા છે જેઓ હોસ્પિટલ પણ નથી પહોંચતા. ડોકટરોના મતે, તે મારી પણ શકે છે, પરંતુ લોકો કહે છે કે તેમની પાસે કોઈ ઉકેલ નથી. કારણ કે સિલિન્ડર મોંઘા છે. સોશિયલ મીડિયા પર ત્યાંના તમામ લોકોએ આ સમસ્યાને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક નિવારણની માંગ કરી છે. લોકો તમામ ઘરોમાં પ્લાસ્ટિકની થેલીઓ વડે ગેસમાં ખોરાક રાંધતા જાેવા મળશે.

આ બેગમાં નોઝલ અને વાલ્વ સાથે નેચરલ ગેસ દુકાનો પર વેચવામાં આવી રહ્યો છે. આ દુકાનો ગેસ પાઇપલાઇન નેટવર્ક સાથે જાેડાયેલ છે. લોકો અહીંથી ગેસ ખરીદે છે અને નાના ઇલેક્ટ્રિક સક્શન પંપની મદદથી તેનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિકની થેલીમાં ગેસ ભરવા અને રસોડામાં સપ્લાય કરવા માટે કોમ્પ્રેસરની જરૂર પડે છે. યુઝર્સના જણાવ્યા અનુસાર આ બેગ એક કલાકમાં ભરાઈ જાય છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ફરીથી વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલીઓ કદના આધારે ૫૦૦-૯૦૦ પાકિસ્તાની રૂપિયામાં આવે છે, જ્યારે કોમ્પ્રેસરની કિંમત ૧,૫૦૦-૨૦૦૦ રૂપિયા સુધીની હોય છે. લોકો તેનો ઉપયોગ ગામ અને શહેરમાં બંને જગ્યાએ કરી રહ્યા છે.

પ્રશાસન પણ આ સમસ્યાથી વાકેફ છે અને તેમના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ મહિનામાં એકલા પેશાવરમાં ૧૬ દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ કાર્યવાહીથી બચવા લોકો હવે છુપા ધંધો કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.