‘War2’ સાથે ટક્કર ટાળવા ‘કૂલી’ની તારીખ બદલાશે

મુંબઈ, રજનીકાંતે એક્શન થ્રિલર ‘કૂલી’ની જાહેરાત કરી ત્યારથી રજનીના ભક્તો અને ફૅન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ડિરેક્ટર લોકેશ કનગરાજ પહેલી વખત આ ફિલ્મમાં થલાઇવા રજનીકાંત સાથે કામ કરી રહ્યા છે.
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે હ્રિતિક રોશન અને જુનિયર એનટીઆરની ‘વાર ૨’ પણ એક એક્શન ફિલ્મ છે અને તેમાં પણ સ્ટાર પાવર છે.
આ મોટા બેનરની ફિલ્મને પણ ૧૫ ઓગસ્ટના સ્વાતંર્ત્ય દિવસના વીકેન્ડને ધ્યાનમાં રાખીને રિલીઝ કરવાનું આયોજન છે. ત્યારે હવે જો આ બંને ફિલ્મ વચ્ચે ટક્કર થાય તો બંનેએ બોક્સ ઓફિસ પર નુકસાન ભોગવવું પડે. ત્યારે આ ટક્કરથી બચવાનું હવે નક્કી છે.સાઉથ સિનેમાના કેટલાક અહેવાલો મુજબ આ ટક્કર ટાળવા ઘણા ચર્ચા વિચારણા કરવામાં આવી.
આ ચર્ચાને અંતે બંને ફિલ્મના મેકર્સ દ્વારા નિર્ણય લેવાયો છે કે તેઓ પોતાની ફિલ્મ અલગ અલગ તારીખે રિલીઝ કરશે.તેના પરિણામે જો ‘વાર ૨’ ૧૫ ઓગસ્ટના વીકેન્ડમાં રિલીઝ થશે તો હવે ‘કૂલી’ આ તારીખે રિલીઝ થશે નહીં.
હવે આગળ કઈ તારીખે રિલીઝ કરવું તે અંગે ચર્ચાઓ ચાલુ છે. હવે તેઓ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે બેસીને આયોજન કરી રહ્યા છે કે તેઓ કઈ તારીખોમાં ફિલ્મને પૅન ઇન્ડિયા રિલીઝ કરી શકે, જે ફિલ્મ માટે એક સુરક્ષિત વીકેન્ડ હોય. તાજેતરમાં જ ફિલ્મની ટીમ દ્વારા સેટ પર ડિરેક્ટર લોકેશ કનગરાજનો બર્થડે ઉજાવાયો હતો, તેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.SS1MS