GTU અને સ્નેહ શીલ્પ ફાઉન્ડેશન વચ્ચે યુવા વિકાસની પ્રવૃત્તિઓ માટે સહકાર કરાર
યુવા અને સમાજસેવા, સ્ટાર્ટપ એન્ડ સ્કીલ, કોર્પોરેટ એક્ટીવીટીઝ, સાયબર અવેરનેસ વિષયક પ્રવૃતિઓ માટે સમજૂતી કરાઈ
જાણીતા રમતવીર મેરી કોમ, કુલપતિ ડો રાજુલ કે.ગજ્જર અને સંખ્યાબંધ રમતવીરોની ઉપસ્થિતિ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સ્નેહશીલ્પ ફાઉન્ડેશન વચ્ચે તાજેતરમાં જાણીતા રમતવીર મેરી કોમ, કુલપતિ ડૉ. રાજુલ કે.ગજ્જર અને સંખ્યાબંધ રમતવીરોની ઉપસ્થિતિમાં સકારાત્મક અને યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે સહકાર કરાર (કો-ઓપરેટીવ એગ્રીમેન્ટ) કરવામાં આવ્યા હતા.
આ કરારમાં(૧):-યુવા અને સમાજસેવા(૨):-સ્ટાર્ટપ એન્ડ સ્કીલ(૩):-કોર્પોરેટ એક્ટીવીટીઝ(૪):-સાયબર અવેરનેસ અને (૫):-બી.ઈ. થયેલા યુવાઓ માટે ઈન્ટરશીપની સુવિધા વગેરે પ્રવૃત્તિઓ કરવા માટે સમજુતી કરવામાં આવી હતી. આ કરાર પર યુનિવર્સિટી વતી કુલસચિવ ડો.કે.એન.ખેર અને સ્નેહશીલ્પ ફાઉન્ડેશન વતી સ્નેહલ બ્રહ્મભટ્ટે હસ્તાક્ષર કર્યા હતા.
આ સહકાર કરારના અમલીકરણ માટે બન્ને સંસ્થાના સંયોજક તરીકે યુનિવર્સિટીના રમતગમત અધિકારીશ્રી ડૉ.આકાશ ગોહિલ અને સ્નેહશીલ્પ ફાઉન્ડેશનના માર્કેટિંગ હેડ દર્શીલ દેસાઈને નિમવામાં આવ્યા છે.