Western Times News

Gujarati News

સહકારથી સમૃદ્ધિ તરફ દોરી જતું કેન્દ્રનું સહકારલક્ષી બજેટ

કેન્દ્રિય બજેટ-૨૦૨૩માં સહકારી સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને સહકારી ક્ષેત્ર માટે અનેકવિધ રાહતો આપવામાં આવી છે

સૌ પ્રથમ તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ અને કેન્દ્રિય સહકાર પ્રધાન અમિત શાહના કાર્યક્ષમ માર્ગદર્શન હેઠળ કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે રજુ કરેલા સામાન્ય કેન્દ્રિય બજેટને આવકારું છું. અમૃતકાળા પ્રથમ બજેટ તરીકે રજુ કરાયેલા આ બજેટમાં વડાપ્રધાન નરેનદ્ર મોદી દ્વારા સંકલ્પિત સમૃદ્ધ અને સમાવેશક એવા ૨૦૪૭ના સ્વતંત્રતાના ૧૦૦ વર્ષના સમાપન વેળાના ભારત માટેની સફળ રૂપરેખા રજુ કરવામાં આવી છે.

આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપે છે. ગરીબો, ગામડાઓ અને મધ્યમવર્ગની મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિપ્રાયની સરાહના કરું છું. આ સંદર્ભમાં હું આ બજેટની અલગ ચીલો ચાતરતા સહકારલક્ષી બજેટ તરીકે પ્રશંસા કરું છું. કારણ કે, આ બજેટમાં સહકારી ક્ષેત્રના પ્રત્યેક વિભાગ માટે કંઈક ને કંઈક જ- તે પછી પ્રાથમિક કૃષિ સહકારી મંડળી (પેક્સ)ની વાત હોય કે ડેરી ક્ષેત્ર હોય કે પછી મત્સ્યોદ્યોગ ક્ષેત્ર હોય અથવા ફૂડ પ્રોસેસિંગ હોય કે પછી ઉત્પાદન કરતી સહકારી મંડળીઓની વાત હોય. આમ આ બજેટ વડાપ્રધાને આપેલા સહકારથી સમૃદ્ધિના સૂત્રના ચરિતાર્થ કરે છે.

સહકારથી સમૃદ્ધિના માર્ગદર્શક સિદ્ધાંતથી પ્રેરિત એવા આ બજેટમાં સહકારી ક્ષેત્રના વિકાસ અને પ્રોત્સાહન માટે અનેક સહકારલક્ષી પગલાં અને રાહતોની જાહેરાત કરાઈ છે. ઉત્પાદન પ્રવૃત્તિ સાથે નવી સહકારી મંડળીઓ માટે ૧૫ ટકાના ટેક્સનો રાહત દર, રોકડ ઉપાડ પર ટી.ડી.એસ.કપાત માટે રૂા.૩ કરોડની ઉચ્ચત્તર મર્યાદા, વિકેન્દ્રીત સંગ્રહક્ષમતા માટે વેરહાઉસીસ અને ગોદામોનું નિર્માણ, કૃષિધિરાણની મર્યાદામાં રૂા.૨૦ લાખ કરોડ સુધીનો વધારો, રાષ્ટ્રિય સહકારી ડેટાબેઝનું નિર્માણ, રૂા.૨૫૧૬- કરોડના ખર્ચે સહકારી સેવા મંડળીઓનું (પેક્સ) કોમ્યુટરીકરણ અને ખાંડ સહકારી મંડળીઓ અને મિલો માટે મોટી રાહતો જેવા અનેકવિધ મહત્વનાં પગલાં જાહેર કરવામાં આવ્યાં છે, જે સહકારી ક્ષેત્રના વિકાસને જાેમ પૂરું પાડી વેગ આપશે.

બજેટમાં વિકેન્દ્રિત સંગ્રહક્ષમતા ઊભી કરવા માટે વિકેન્દ્રિત વેરહાઉસિંસ અને ગોદામોના નિર્માણની દરખાસ્ત ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનો-ખેતપેદાશો મોટા પાયે સંગ્રહ કરવામાં મદદરૂપ થશે અને યોગ્ય સમયે ખેડૂતો કૃષિ પેદાશોનું વેચાણ કરીને લાભદાયક ભાવ મેળવી શકશે. આમ વેરહાઉસ ક્ષમતાનું વિકેન્દ્રીકરણ માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા સાધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ દરખાસ્તના પગલે ખેડતોની આવક વધારવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં સહાયભૂત થશે.
એ જ રીતે સરાહનીય પગલામાં નાણાંપ્રધાને જણાવ્યું છે કે તા.૧ એપ્રિલ-૨૦૨૩ બાદ સ્થપાયેલી અને તા.૩૧મી માર્ચ-૨૦૨૪ સુધીમાં ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરનારી નવી સહકારી મંડળીઓને ૧૫ટકાના રાહતના દરે કરવેરા ચુકવવાની રાહત આપવામાં આવી છે. આ દરખાસ્તથી નવી સહકારી મંડળીઓને લાભ થશે અને નવા સહકારી સ્ટાર્ટઅપની રચનાને પ્રોત્સાહન મળશે. એજ રીતે, હાલ ર.૧ કરોડ છે તેની સામે રૂ.૩ કરોડની રોકડ ઉપાડ પર ટી.ડી.એસ.ની મર્યાદા નિર્ધારિત કરવાનો અને પેસ તેમજ પ્રાથમિક કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકોમાં રોકડ થાપણ અને તેના દ્વારા રોકડ ધિરાણની ઉચ્ચત્તર મર્યાદા પ્રતિ સભ્ય રૂા.૨ લાખ કરવાના નિર્ણયથી પેક્સ અને કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કોને પ્રોત્સાહન મળવાની સાથે બેન્કની સારી પ્રગતિ થશે.

સાથે સાથે સરકારે રૂા.૨,૫૧૬ કરોડના ખર્ચે ૬૩,૦૦૦ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ એટલે કે સેવા મંડળીઓના (પેક્સ) કોમ્પ્યુટરીકરણ કરવાનો જે નિર્ણય કર્યાે છે તે સમાવેશક અને કિસાનલક્ષી નિર્ણય છે. અને તેનાથી પેક્સની કાર્યક્ષમતા અને પ્રભાવક ક્ષમતા વધશે. આ પગલું સહકારી ક્ષેત્રનો ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને ફાર્મસ ઈનપુટ્‌સ તેમજ ક્રેડિટ સુધી પહોંચ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. બજેટમાં નેશનલ કો-ઓપરેટિવ ડેટાબેઝનું નિર્માણ કરવાની જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી સહકારી ક્ષેત્ર માટે બહેતર નીતિવિષયક નિર્ણયો લઈ શકાશે. તેના દ્વારા સહકારી ક્ષેત્રની સ્થિતિ અને દરજ્જાનું ચિત્ર સુસ્પષ્ટ થશે.
બજેટમાં ખાંડ સહકારી મિલો અને મંડળીઓને ૨૦૧૬-૨૦૧૭ના આકારણી વર્ષ પૂર્વે શેરડી ઉત્પાદકોને કરેલા પેમેન્ટને ખર્ચ તરીકે દાવો કરવાની તક આપવામાં આવી છે. આ પગલાંને કારણે સુરત કો-ઓપરેટિવ્ઝ અને મિલોને રૂા.૧૦,૦૦૦ કરોડ જેટલો ફાયદો થશે. આ જાેગવાઈ સાથે શેરડી ઉત્પાદકન ખેડૂતો અને સહકારી ખાંડ મિલોને બિનજરૂરી નાણાંકીય સંકટ કે કાનુની કેસોનો સામનો કરવો નહિં પડે.

અત્રે નોંધનીય છે કે, આ ખેડૂતલક્ષી બજેટ છે અને સરકારે કૃષિધિરાણ, ડીઝીટલ ટેકનોલોજી, પ્રાકૃતિક-સજીવ ખેતી, ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ સ્ટાર્ટઅપ માટે નાણાભંડોળની રચના જેવા શ્રેણીબદ્ધ પગલાંઓ જાહેર કર્યા છે. કૃષિ ધિરાણ મર્યાદા રૂા.૨૦ લાખ કરોડ સુધી વધારવાની બજેટ દરખાસ્ત ખરેખર સરાહનીય પગલું છે. જે ગ્રામીણ અર્થતંત્રને સુદૃઢ કરશે. અને તેના પરિપાકરૂપે સહકારી ચળવળ પણ સુદૃઢ થશે.

સહકારી ધિરાણ સંસ્થાઓ હવે સભ્યોને મહત્તમ લોન આપી શકશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં આવરી લેવામાં આવી ન હોય તેવી ગ્રામ પંચાયતો અને ગામોમાં કૃષિ ક્ષેત્રમાં મલ્ટીપર્પઝ પેક્સ, પ્રાયમરી ફિશરીઝ સોસાયટીઝની રચનાની પણ દરખાસ્તો બજેટ ભાષણમાં જાેવા મળી છે. આમ બજેટ દરખાસ્તો પરથી હવે સમાપન કરતાં એવું વિશ્વાસ સાથે કહી શકાય કે, આ વર્ષના કેન્દ્રિય બજેટમાં સહકારી ક્ષેત્રને આનંદીત કરે તેવી અનેક દરખાસ્તો છે. આ બજેટ સહકારી ક્ષેત્રના સહકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બજેટ સુદૃઢ અને સંગીન સહકારી ક્ષેત્ર માટે વ્યુહાત્મક પાયાને મજબુત કરે છે. આ બજેટ સહકારી ક્ષેત્ર દ્વારા ભારતને યોગ્ય આર્થિક રાહ ઉપર મુકવા માટે મજબુત પાયો નાંખવાના ધ્યેય સાથેનું વિકાસલક્ષી અને સર્વસમાવેશક બજેટ છે. ખરેખર ઈટ્‌સ એ ગ્રેટ બજેટ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.