6 વર્ષથી ભાગતો ફરતો કોપરની ચોરી કરતી ગેંગનો સાગરીત ઝડપાયો

Oplus_0
ધાડ અને ચોરીના નોંધાયેલા ૯ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં નોંધાયેલા ૯ જેટલા ગુનાઓમાં નાસતાફરતા આરોપીને ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નંધાયેલ ગુનાઓ હેઠળ વોન્ટેડ અને નાસતાફરતા આરોપીઓને પકડી લઈને કાયદેસર કાર્યવાહી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાએ એલસીબીની ટીમને આવા આરોપીઓની માહિતી મેળવીને તેમને ઝડપી લેવા સુચના અને માર્ગદર્શન આપેલ.
આજથી છ સાત વર્ષ પહેલા અંકલેશ્વર પંથકમાં ખેડુતોના ખેતી વિષયક વીજ જોડાણો અંતર્ગત ખેતરોમાં મુકવામાં આવેલ ડીપીઓ તોડીને કોપરની ચોરી કરતી ગેંગે આતંક મચાવતા ભરૂચ એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા આ ગેંગના સાગરીતોને તે વખતે પકડી પાડવામાં આવેલ તે ગેંગનો એક આરોપી નાસતો ફરતો હોઈ તેને ઝડપી લેવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે.તોરાણીની ટીમને મળેલ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આ નાસતા ફરતા આરોપી કલ્લા ઉર્ફે કલ્લો ખુમાન વાખલા રહે.કુશલપુરા તા.રાનપુર જી.જામ્બુવા મધ્યપ્રદેશનાને જામ્બુવા ખાતેથી ઝડપી લેવાયો હતો.
આ આરોપી અંકલેશ્વર શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ધાડ તથા ચોરીના ૯ જેટલા ગુનાઓમાં નાસતોફરતો હતો અને તેનું નામ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ હોવાથી તેના વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરીને તેને અંકલેશ્વર શહેર એ ડિવીઝન પોલીસને સોંપ્યો હતો.