મહેતા ટ્યુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયોઃ 7 આરોપીઓ ઝડપાયા
(તસ્વીરઃ અશોક જાેષી) નાનાપોંઢા, નાનાપોંઢા ખાતે કાર્યરત મહેતા ટ્યુબ કંપનીમાં ૦૬ એપ્રિલના રોજ કોપર જથ્થાની ચોરીનો બનાવ બન્યો હતો. જેની તપાસમાં પોલીસને ૭ આરોપીઓને ઝડપી પાડવાની સફળતા મળી છે. રૂા.૨.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત ચકરી તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા હતા. Copper theft case solved in Mehta Tube Company: 7 accused arrested
નાનાપોંઢાની મહેતા ટ્યુબ કંપની લી.માં ગત તા.૦૬ એપ્રિલના રોજ ચોરી થઈ હતી. જેની ફરિયાદ બાદ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. (૧)અબ્દુલ કાદીર રહે.લુહાર ફળીયા, નાનાપોંઢા, મૂળ, યુપી. (૨) યોગેન્દ્ર મનોજ સોડીયા રહે.વડખંભા, ડુંગરી ફળીયું. (૩) શિવમ રાજનુંમાર યાશિક રહે.નાનાપોંઢા, મસ્જીદ ફળીયું. (૪) સિરાજ મજીદ મકરાણી રહે.પાનસ વાંગણ ફળીયુ. (૫) શક્તિ જીતેન્દ્ર સીંગ રહે.વલસાડ, મોગરાવાડી.
(૬) નવસાદ ફકરૂદીન રહે.ભિલાડ, સાંઈ કોમ્પલેક્ષ. (૭) પોલ દુરઈ સેલ્પન્ન મુદલીયા રહે.મોગરાવાડી નામના સાત ઈસમો ઝડપાયા છે. પોલીસે કોપર પાઈપ વેસ્ટ ૨૦૪ કિ.ગ્રા. કિં. રૂા.૧.૬૩ લાખ, મોબાઈલ ફોન નં.૭ કિ.૨૧,૦૦૦, ૩૦ હજારના બે મોપેડ મળી કુલ રૂા.૨,૪૪,૭૦૦ નો મુદ્દામાલ ઝડપી તમામ આરોપીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.