નકલખોર પાકિસ્તાને વિદેશમાં રાજદ્વારી પ્રતિનિધિમંડળો મોકલ્યાં

પૂર્વ વિદેશ મંત્રીની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ યુએસ, લંડન રવાના
ભારતે તેની રાજદ્વારી પહોંચની કવાયત હેઠળ સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના ૩૩ વૈશ્વિક પાટનગરોમાં મોકલ્યા હતા
નવી દિલ્હી,ભારતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં કરાયેલા આતંકવાદી હુમલા બાદ રાજદ્વારી રણનીતિ અંતર્ગત પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે તે મુદ્દે ખુલ્લું પાડવા કેટલાક પ્રતિનિધિમંડળો જુદા જુદા દેશમાં મોકલ્યા છે. પાકિસ્તાને પણ ભારતનું અનુકરણ કરતા બે પ્રતિનિધિમંડળની રચના કરી છે જે યુએસ અને યુકેની મુલાકાત લેશે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે હાથ ધરેલા હુમલાઓમાં પાકિસ્તાનના એરબેઝને કરાયેલા નુકસાન મુદ્દે વિશ્વના દેશો પાસેથી સમર્થન મેળવવાનો આ પ્રતિનિધિમંડળો પ્રયાસ રહેશે. પાકિસ્તાને સોમવારે બંને દેશો વચ્ચેની સમસ્યાના સમાધાન અર્થે રાજદ્વારી મદદ માંગવા રચેલા પ્રતિનિધિમંડળની વિગતો જાહેર કરી હતી. વિદેશ કચેરીના નિવેદન મુજબ પાકિસ્તાને બે ટીમ તૈયાર કરી છે જે અલગ અલગ દેશોની મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે ભારતે તેની રાજદ્વારી પહોંચની કવાયત હેઠળ સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના ૩૩ વૈશ્વિક પાટનગરોમાં મોકલ્યા હતા. પાકિસ્તાને પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં નવ સભ્યોનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ તૈયાર કર્યું છે જે ૨જી જૂનથી ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી, લંડન અને બ્રસેલ્સની મુલાકાત લેશે. આ ટીમના અન્ય સભ્યોમાં ફેડરલ મિનિસ્ટર મુસાદિક મલિક, પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર તથા ખુર્રમ દસ્તગિર ખાન, પૂર્વ મંત્રી સૈયદ ફૈસલ અલી સબ્ઝવારી અને શેરી રહેમાન, સેનેટર બુશરા અંજૂમ બટ છે. બે ભૂતપૂર્વ વિદેશ સચિવ જલિલ અબ્બાસ જિલાની અને તહેમિના જંજૂઆ પણ આ ગ્›પમાં સામેલ છે.
પાક. વડાપ્રધાનના ખાસ સહાયક સૈયદ તારિક ફાતેમીનું નેતૃત્વ ધરાવતું બીજું પ્રતિનિધિમંડળ મોસ્કો રવાના થશે. આ ગ્›પની અન્ય વિગતો જાહેર કરાઈ નહતી. બંને પ્રતિનિધિમંડળો આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડાઓ, જાહેર પદાધિકારીઓ, સાંસદસભ્યો, થિંક ટેન્સ, મીડિયા તથા ડાયસપોરા સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે. પાકિસ્તાનનો પક્ષ રજૂ કરવા ઉપરાંત આ પ્રતિનિધિમંડળો આક્રમકતા અને હુમલાને બદલે વાટાઘાટ તથા રાજદ્વારીને પ્રાથમિકતા આપવી જોઈએ તેવી હિમાયત કરી શકે છે. આ ઉપરાંત ભારતે સિંધૂ જળ સંધિ સ્થગિત કરી છે તેને સામાન્ય બનાવવાનું પણ એજન્ડામાં રહેશે.SS1