Western Times News

Gujarati News

નકલ કરવી સહેલી છે પરંતુ…?

આજના આ કળિયુગ જમાનામાં જ્યાં જુઓ ત્યાં નકલ થતી દેખાતી હોય છે. પરંતુ તે કરવામાં બુદ્ધિમત્તા સમાયેલી છે. નકલ કરવી સહેલી છે પરંતુ તે નકલ કરીને ગેરફાયદો ઉઠાવવો તે તદ્દન ગરવાજબી છે તથા નીતિ બહાર છે. અસલી માલની નકલ કરીને શ્રેય મેળવવામાં પોતાને આત્મસંતોષ તો મળતો નથી પરંતુ મનમાં ખોટું કર્યાનો રંજ જિંદગીભર મનમાં રહી જાય છે. આ નકલ પરિક્ષામાં થતી નકલ પૂરતી મર્યાદિત નથી. આજનો જમાનો નકલથી ઉભરાય છે. નકલનો અર્થ છે નકલી જે અસલી જેવો. આજના જમાનામાં દરેક જગાએ તથા દરેક ક્ષેત્રમાં નકલ થતી જાેવા મળે છે.

આજે શું ડુપ્લીકેટ નથી મળતું? વસ્તુઓ બનાવનાર અને તે વસ્તુ વેચનાર ને તગડો નફો તથા મસ મોટો વેપાર થતા ધંધાનો ફેલાવો વધતા નકલી માલ બનાવવાનો મોટો ઉદ્યોગ બની ગયો છે. નકલી માલ અસલી માલ કરતાં કિંમતમાં સસ્તો હોવાથી ગ્રાહકો છેતરાઈ જતા હોય છે. જલ્દીથી તથા સરળતાથી પૈસા કમાવી લેવા અમુક લોકો નકલી વસ્તુઓ બનાવી બજારમાં મૂકે છે.

સસ્તી તથા હલકી અને ઉતરતી કક્ષાની વસ્તુઓ અસલી જેવું આબેહૂબ પેકિંગ કરી અસલી માલ કરતા ઓછા ભાવે બજારમાં વેચાણમાં મૂકીને તગડો નફો રળતા હોય છે. ગ્રાહકને સસ્તા ભાવે મળતા ખુશ થતા હોય છે પરંતુ તેઓને ખરીદી કરતી વખતે છેતરાયાની ખબર પડતી નથી. અસલ ચીજ બનાવવામાં અક્કલ, પૈસા, મહેનત તથા હોશિયારી અને સમયનો સારો એવો ઉપયોગ થતો હોય છે. જ્યારે નકલી વસ્તુ બનાવવામાં આ બધી વસ્તુની થોડી થોડી જ જરૂર પડતી હોય છે કેમ કે તૈયાર ભાણા પર બેસવાનું હોય છે. નકલી માલ વેચાતા અસલી માલનુંવેચાણ ઘટવાની શક્યતા વધી જાય છે.

બ્રાન્ડનેમમાં, સ્પેલિંગમાં તથા પેકિંગની ડિઝાઈનમાં નજીવો ફરક કરી આબેહૂબ અસલી માલ જેવું પેકિંગ કરીને બજારમાં મૂકતા ગ્રાહકોને ખબર પડતી નથી. અને લોકો અસલી માલ સમજીને ખરીદી કરી લેતા હોય છે. ગ્રાહકોને માલ તથા પેકિંગ સરખું દેખાવાથી અથવા ઉતાવળમાં બરાબર જાેયા વગર ખરીદી કરીને મૂરખ બની જતા હોય છે તથા અફસોસ કરતા હોય છે.

આજકાલ રોજિંદી વપરાશની નકલી વસ્તુની જેવી કે ટુથપેસ્ટ, સાબુ, પાવડર, ઓડિયો કે વિડીયો કેસેટ, સીડી, રેડિયો, કપડાલત્તા તથા ખાધા-ખોરાકીની ચીજાે તથા સૌંદર્ય પ્રધાનની અનાવટની ચીજાે, સિમેન્ટ, રેતી તથા મશીનરી પાર્ટસ બજારમાં ખુલ્લેઆમ વેચાતી હોય છે. આજે શું ડુપ્લીકેટ નથી મળતું? અરે પૈસા જેવા પૈસા રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી થઈ ગઈ છે તો અમુક લોકો પોતાના સ્વાર્થ માટે નકલી પ્રેમ પણ કરતા હોય છે કે પ્રેમ ખોટો બતાવતા હોય છે. નકલી દવા કે દારૂ પીવાથી કોઈક કોઈક વખત જાનહાનિ પણ થઈ જાય છે.

લોકો રહેણીકરણી, પહેરવેશ, ખાધા-ખોરાકીમાં પણ બીજા દેશની નકલ કરતા થઈ ગયાં છે. ખાવાપીવામાં તથા બોલવા ચાલવામાં પણ નકલ થતી દેખાય છે અમુક લેખકો કોઈ બીજા લેખના લેખોમાંથી સીધે સીધી ઉઠાંતરી કરી પોતાનું નામ કમાય છે. ચિત્રપટની સ્ટોરી બનાવવામાં પણ નકલ થતી દેખાય છે. આજકાલ દેખાદેખીથી નકલ કરવાની પ્રેરણા મળે છે. કોપી રાઈટ કરાવવાથી બીજી કોઈ વ્યક્તિ નકલ કરી શકતી નથી. પોતાના માલનું બ્રાન્ડનેમ રજિસ્ટર કરવાથી કાયદાની રક્ષણ મળવાથી અસલી માલ બનાવનારને રાહત રહે છે તે છતા ગેરકાયદેસર નકલ કરતી વ્યક્તિ પોતાનું હિત કે અહિત જાેયા જાણ્યા વગર તથા વિચાર કર્યા વગર નકલ કરતા સરકારનાં સંકજામા ઝડપાઈ જતા સજા કે દંડ ભોગવવો પડે છે.

કોઈની નકલ કરવી કે નકલ કરીને પૈસા કમાવવામાં આત્મસંતોષ લુપ્ત થાય છે. નકલ કરવામાં અક્કલ વપરાતી નથી. માનવી મૌલિકતા ન જાળવતા કંઈક ગુમાવ્યાનો અફસોસ કરતો રહે છે. ટી. વી. ચેનલોથી લોકોને ફાયદા સાથે નુકસાન પણ થતું હોય છે. આજે પશ્ચિમદેશની રહેણી કરણી તથા તેની વર્તણુકનો નકલ કરીને ભારતીય સંસ્કૃતિ પર ખરાબ અસર થતી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.